સુરતમાં ભાજપના કાર્યકરનું વધુ એક કરતૂત, તમે ચોંકી જશો
હાથમાં રિવોલ્વર સાથે ડાન્સર સાથેનો વીડિયો વાયરલ

સુરતમાં ભાજપના કાર્યકરનું વધુ એક કરતૂત, તમે ચોંકી જશો

સુરતમાં ભાજપના કાર્યકરનું વધુ એક કરતૂત, તમે ચોંકી જશો
તાજેતરમાં સુરતમાં ભાજપના એક કાર્યકરે કરેલા ફાયરિંગમાં 2 વ્યક્તિ ઇજા પામ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો ત્યારે આજે બીજો આવો કિસ્સો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. સુરતના ડીંડોલી વિસ્તારમાં ભાજપનો કાર્યકર હાથમાં રિવોલ્વર સાથે એક ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો છે.
સુરતમાં ભાજપના વધુ એક સક્રિય કાર્યકરનો વિવાદીત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ થયેલો આ વીડિયો ડીંડોલી વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકર સુજીત ઉપાધ્યાયનો હોવાનું કહેવાય છે પણ આ વાયરલ વીડિયોનું બેનિફીટ ન્યૂઝ સમર્થન કરતું નથી.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે સુજીત ઉપાધ્યાય હાથમાં રિવોલ્વર સાથે એક ડાન્સર સાથે ડાન્સ કરી રહ્યો છે. તે જ્યારે ડાન્સ કરી રહ્યો હોય છે ત્યારે તેના હાથમાં રિવોલ્વર પણ જોવા મળે છે.
જો કે આ વીડિયો ક્યાનો છે તે જાણી શકાયું નથી, પણ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સુજીત ઉપાધ્યાય સુરત શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયનો સગો ભાઈ હોવાની વિગતો સામે આવી છે.ઉલ્લેખનિય છે કે સુરતમાં તાજેતરમાં ડીંડોલીમાં જ ઉમેશ તિવારીએ કરેલા ફાયરિંગ બાદ વધુ એક ભાજપના કાર્યકરનો વિડીયો વાયરલ થયો છે ત્યારે સુજીત ઉપાધ્યાયના વીડિયો મામલે હવે પોલીસ શું કાર્યવાહી કરે છે એ સૌથી મોટો સવાલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ