Ahmedabad Plane Crash : હજું એક મૃતદેહ ઓળખાતો નથી..કોનો હશે..?
ખાસ સોફ્ટવેરના કારણે ડીએનએ મેચિંગનું કામ એક સપ્તાહમાં થયુ

ખાસ સોફ્ટવેરના કારણે ડીએનએ મેચિંગનું કામ એક સપ્તાહમાં થયુ

ખાસ સોફ્ટવેરના કારણે ડીએનએ મેચિંગનું કામ એક સપ્તાહમાં થયુ
અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતા સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. ગુજરાતના આરોગ્ય વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે અકસ્માતમાં સ્થળ પર મળેલા લગભગ તમામ મૃતદેહોની ઓળખ ડીએનએ અથવા ચહેરાના આધારે કરવામાં આવી છે, ફક્ત એક જ કેસ બાકી છે. એક જ વ્યક્તિની ઓળખ હજું થઇ શકી નથી. અત્યાર સુધીમાં 260 લોકોના મૃતદેહની પુષ્ટિ થઈ છે, જેમાં 241 મુસાફરો અને 19 મુસાફરો સિવાયના બાકીના લોકોનો સમાવેશ થાય છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં કોઈ નવી લાશ મળી નથી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે એક ડીએનએ સેમ્પલ, જે કદાચ કોઈ મુસાફરનો છે, તે હજુ સુધી ચોક્કસ રીતે મેચ થયો નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે સેમ્પલ ક્ષતિગ્રસ્ત છે, તેથી તેને સંબંધીઓના સેમ્પલ સાથે મેચ કરવામાં સમસ્યા છે. તેમણે કહ્યું કે અમારે ફરીથી સેમ્પલ લેવા પડશે. ડૉ. જોશીએ કહ્યું કે 253 લોકોની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે 6 લોકોની ઓળખ ચહેરાના આધારે કરવામાં આવી હતી.
ઉલ્લેખનય છે કે લંડન જતું એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન 12 જૂને સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ મેઘાનીનગરમાં ક્રેશ થયું હતું. વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. બ્રિટિશ-ભારતીય ૪૦ વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ એકમાત્ર બચી ગયા હતા. આ અકસ્માતમાં નજીકના મેડિકલ કોલેજની હોસ્ટેલને ખાસુ નુકશાન થયું હતું અને મેડિકલ વિદ્યાર્થી સહિત ઘણા લોકો માર્યા ગયા હતા. ડૉ. જોશીએ કહ્યું કે ક્રેશ સ્થળની સફાઈ હજુ પણ ચાલી રહી છે. જ્યાં સુધી ખાતરી ન થાય કે વધુ કોઈ મૃતદેહ મળશે નહીં, ત્યાં સુધી અમે અંતિમ સંખ્યા આપી શકતા નથી.
આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 250 થી વધુ સંબંધીઓએ ડીએનએ નમૂના આપ્યા હતા. અમદાવાદની ફોરેન્સિક લેબમાં નમૂના લેવામાં આવ્યા હતા અને ગાંધીનગરની FSL અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં મેચ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, 'કેટલીકવાર એક સંબંધીનો એક નમૂનો ઘણા લોકોને ઓળખવા માટે પૂરતો હતો, અને કેટલાક કિસ્સાઓમાં ઘણા નમૂનો લેવા પડતા હતા.' NFSUના ડૉ. ભાર્ગવ પટેલે તેને ભારતનું સૌથી મોટું DNA મેચિંગ અભિયાન ગણાવ્યું.
NFSUના ડૉ. વિશાલ મેવાડાએ એક ખાસ સોફ્ટવેર બનાવ્યું જે DNA મેચિંગ ખૂબ જ ઝડપી બનાવે છે. તેમણે કહ્યું કે પહેલા એક મેચિંગમાં 5-7 મિનિટ લાગતી હતી, પરંતુ હવે 500 નમૂના 5 મિનિટમાં મેચ થાય છે. આ કારણે, મહિનાઓનું કામ બે અઠવાડિયામાં પૂર્ણ થયું.
આ પણ વાંચો--- Ahmedabad plane crash: ફોરેન્સિક ટીમ 100થી વધુ બળેલા મોબાઈલ ફોનની કરશે તપાસ!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!