સરકારના ગળામાં ભરાયું હાડકું,વિભાજનના મુદ્દે ધાનેરામાં જ વિભાજન
ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે આજે કલેક્ટર કચેરીએ વાંધા અરજી અપાશે

ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે આજે કલેક્ટર કચેરીએ વાંધા અરજી અપાશે

ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે આજે કલેક્ટર કચેરીએ વાંધા અરજી અપાશે
બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો મુદ્દો હવે સળગી રહ્યો છે. ખાસ કરીને ધાનેરા તાલુકામાં કેટલાક જૂથ ધાનેરાને વાવ-થરાદમાં જ રાખવાની માગકરી રહ્યા છે તો એક જૂથ ધાનેરાને બનસકાંઠામાં લઇ જવાની માગ કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનના મુદ્દાનો આજે 27મો દિવસ છે પણ હજું નક્કી કરી કરી શકાયું નથી ત્યારે આજે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માટે વાંધા અરજી આપવાનો કાર્યક્રમ યોજાયો છે.
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન સરકારે કરી નાખ્યું પણ હે આ મુદ્દો પોલિટીકલ બની ગયો છે કારણકે ધાનેરામાં ખાસ કરીને તાેરાને બનાસકાંઠામાં જ રાખવા માટે એકજૂથ માગ કી રહ્યું છે તો અન્ય જૂથ ધાનેરાને વાવ-થરાદમાં રાખવાની માગ કરી રહ્યું છે. ધાનેરા હિત રક્ષક સમિતીએ થોડા દિવસ પહેલાં જન આક્રોષ સભા યોજી હતી તો બે દિવસ પહેલા વેપારીઓ સહિતના આગેવાનો અને યુવાનોએ બાઇક રેલી યોજી ધાનેરાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરાય તેવી માગ કરી હતી.
હવે આજે 27માં દિવસે પણ વિભાજનના મુદ્દે વિરોધ યથાવત રહ્યો છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માગ સાથે આજે કલેક્ટર કચેરીએ જઇને વાંધા અરજી આપવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આજે એક જૂથ દ્વારા કલેક્ટર કચેરીએ જઇને વાંધા અરજી આપવામાં આવશે.
વાંધા અરજી આપવા માટે એક પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. પોસ્ટરમાં જણાવાયું છે કે આજે સમય નહીં આપો તો આવનાર સમય તમારો નહીં રહે તેવું લખાણ લખાયું છે. પોસ્ટરમાં જણાવાયું છે કે આપણે શાંતિપૂર્વક ન્યાયની માગણીમાં ધાનેરા, પાલનપુર, અણદાવાદ, સુરત નવસારી બધી જગ્યાએ આપણે આવેદનો આપેલા છે પણ ગુજરાત સરકાર દ્વારા હજું સંતોષકારક નિર્ણય લેવાયો નથી. ધાનેરા તાલુકાની સર્વે સમાજની એક જ માગ છે કે અમે વર્ષોથી સામાજીક, આર્થિક, ભૌગોલિક અને ખાસ કરીને માનસિક રીતે પાલનપુર એટલે કે બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ માટે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે. આપણા અંતરાત્માનો અવાજ છે કે અમારે બનાસકાંઠામાં જ રહેવું છે.
હવે બનાસકાંઠા જિલ્લાના વિભાજન મુદ્દે ધાનેરામાં જ વિભાજન જોવા મળી રહ્યું છે ક બાજુ સમર્થનતો બીજી બાજુ વિરોધના સુર યથાવત રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.