ગુજરાતમાં અન્ય રાજ્યોની માફક OBC વર્ગીકરણ નહી કરાય તો આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં OBC વર્ગીકરણ બાબતે યોજાયેલી બેઠકમાં વંચિત સમાજના અગ્રણીઓની માંગ

OBC માં સમાવિષ્ટ 146 સમાજમાંથી 20 ટકા સમૃદ્ધ સમાજ લાભ લઈ જતાં હોવાની રાવ

OBC માં સમાવિષ્ટ 146 સમાજમાંથી 20 ટકા સમૃદ્ધ સમાજ લાભ લઈ જતાં હોવાની રાવ
સુરેશ વણોલ, ગાંધીનગર
ગુજરાતમાં ઓબીસી સમાજમાં વર્ગીકરણનો અમલ કરવા માંગ ઉઠી છે. ગાંધીનગર ખાતે કડી સર્વ વિદ્યાલય કેમ્પસની નાથીબા કોલેજમાં મળેલી બેઠકમાં વંચિત સમાજના આગેવાનોએ ઓબીસીમાં વર્ગીકરણ નહી કરવામાં આવે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. વંચિત સમાજના અગ્રણીઓએ ઓબીસીમાં સમાવિષ્ટ 146 સમાજમાંથી શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજો અનામતનો લાભ લઈ જતાં હોવાનો આક્ષેપ કરતાં મામલો વધારે વણસે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ગુજરાતમાં હાલ 146 સમુદાયો ઓબીસી કેટેગરીમાં આવે છે. જેમાંથી સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ 20 જેટલાં સમાજો ઓબીસી અનામતનો 80 ટકા લાભ લઈ જતાં હોવાની રાવ ઉઠી છે. તેથી ઓબીસી કેટેગરીનું વર્ગીકરણ કરી તેનો અમલ કરવા વંચિત સમાજના આગેવાનોએ માગણી કરી છે. આ માગણીને વધુ બુલંદ બનાવવા માટે ગાંધીનગરના સર્વ વિદ્યાલય કેમ્પસની નાથીબા કોલેજમાં એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
આ બેઠકમાં કોળી, ઠાકોર, દેવીપૂજક, વણઝારા, ધોબી, નાયી, મોચી જેવા 126 ઓબીસીમાં આવતા અને વિકાસથી વંચિત સમાજો અનામતનો લાભ મેળવી શકતા નહી હોવાની ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ 20 જેટલાં સમાજ ઓબીસીની 80 ટકા અનામતનો લાભ લઈ જતાં હોવાનો આક્ષેપ કરાયો હતો.
ઓબીસી અગ્રણી તારક ઠાકોરે જણાવ્યુ હતું કે, મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, તામિલનાડુ અને કેરળમાં ઓબીસી વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે. અન્ય રાજ્યોમાં OBC વર્ગીકરણ અમલમાં હોવા છતાં ગુજરાતમાં અમલ કેમ કરાતો નથી. વર્ગીકરણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પણ 90 ટકા ઓબીસી સમુદાયો વિકાસના મુખ્ય પ્રવાહથી દૂર જ રહેશે.
નિવૃત ડીવાયએસપી ઉમેશજી ઠાકોરે જણાવ્યુ કે, ગુજરાતમાં ઓબીસીમાં વર્ગીકરણના અમલ માટે 7 ધારાસભ્યો, 11 હજાર કરતા વધુ લોકો અને 700 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્રો લખીને રજૂઆત કરી છે. માત્ર એક સર્વે કરી સમિતિની રચના બાદ ઓબીસી વર્ગીકરણ 6 મહિના કરતા ઓછા સમયમાં અમલમાં મૂકી શકાય તેમ છે. અમારી માંગ નહીં સ્વીકાર કરવામાં આવે તો વંચિત સમાજો દ્વારા આંદોલન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ 1978માં પ્રથમ વખત અમલમાં આવ્યું હતુ. તે સમયે ઓબીસીની વસતી 52 ટકા અંદાજવામાં આવી હતી અને ઓબીસીમાં 82 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓબીસીમાં 64 જાતિઓ ઉમેરવામાં આવી હતી. જો કે, ઓબીસીમાં 146 જાતિઓ સમાવિષ્ટ કરી હોવા છતાં ઓબીસી અનામત 27 ટકા રાખવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.