હવે આંગળીના ટેરવે તમને મળી જશે અમદાવાદ મેટ્રોની ટિકીટ
અમદાવાદ મેટ્રોની ટિકીટ બુકિંગ માટે ખાસ એપ્લિકેશન લોન્ચ કરાઇ

હવે આંગળીના ટેરવે તમને મળી જશે અમદાવાદ મેટ્રોની ટિકીટ

હવે આંગળીના ટેરવે તમને મળી જશે અમદાવાદ મેટ્રોની ટિકીટ
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની ટિકીટ લેવા માટે હવે મુસાફરો અમદાવાદ મેટ્રોની એપની મદદ લઇ શકશે. મુસાફરોને એપ મારફતે ટિકીટ મળે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા આ સુવિધા શરુ કરવામાં આવી છે. એપ દ્વારા જે ટિકીટ જનરેટ થાય તેને મેટ્રો સ્ટેશન પર સ્કેન કરીને મેટ્રોમાં પ્રવેશ કરી શકાશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા થલતેજથી વસ્ત્રાલ ગામ અને વાસણા એપીએમસીથી મોટેરા સ્ટેડિયમ અને અને ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો રેલ સેવા શરુ કરાઇ છે. હવે મેટ્રોમાં મુસાફરોનો ધસારો વધી રહ્યો છે ત્યારે મુસાફરોને સહેલાઇથી મેટ્રોની ટિકીટ મળે તે માટે ગુજરાત મેટ્રો રેલ દ્વારા એપ વિકસાવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા Ahmedabad Metro (Official)નામની એપ્લિકેશન લોન્ચ કરાઉ છે જેમાં મુસાફરોને તમામ માહિતી તો મળશે જ પણ સાથે સાથે તે એપ મારફતે ઓનલાઇન ટિકીટ પણ લઇ શકશે. જેથી હવે મેટ્રો સ્ટેશન પર જઇને ટિકીટ લેવાની ઝંઝંટ નહીં રહે.
ખાસ વાત એ છે કે ઓનલાઇન બુકિંગ કરેલી ટિકીટનો સમય ચકાસી લેવો જરુરી છે કારણ કે તમે જે ટ્રેન સિલેક્ટ કરી છે તેનો જે સમય હોય તેના 2 કલાક સુધી જ આ ટિકીટ માન્ય ગણાશે. તમને એપના મરફતે મેટ્રો ટ્રેન ક્યાં જાય છે તે પણ જાણી શકશો અને તેનું ભાડુ પણ જોઇ શકશો. મેટ્રો ટ્રેનનું ટાઇમ ટેબલ જોવા મળી શકશે. રોજ મેટ્રો ટ્રેન ક્યા સ્ટેશનથી કેટલા વાગે ઉપડે છે તેની પણ માહિતી મળી શકશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?