હવે તો શરમ કરો... અમદાવાદીઓ આમા પણ મોખરે
હાઇકોર્ટે ની ટકોર બાદ ટ્રાફિક પોલીસનું ટ્રાફિક નિયમનનું અભિયાન. 23 દિવસમાં રૂ. 13.21 કરોડ દંડ ફટકાર્યો.

કાયારે સુધરશે અમદાવાદ

કાયારે સુધરશે અમદાવાદ
અમદાવાદમાં ટ્રાફિક નિયમનનો ભંગ અને અકસ્માતોની સંખ્યા વધતા હાઇકોર્ટ દ્વારા ટ્રાફિક પોલીસને કડક કાર્યવાહી કરવા માટે ટકોર કરવામાં આવી હતી. હાઇકોર્ટની આ ટકોર પછી, ટ્રાફિક પોલીસએ ફટાફટ અભિયાન શરૂ કર્યું અને માત્ર 23 દિવસમાં 2 લાખ 1 હજાર 155 વાહનચાલકો વિરુદ્ધ કેસ નોંધીને 13.21 કરોડનો દંડ ફટકાર્યો.
આ ડ્રાઇવ દરમિયાન ખાસ કરીને હેલ્મેટ નહીં પહેરનાર અને રોંગ સાઇડમાં વાહન ચલાવનારા પર વધુ કાર્યવાહી કરવામાં આવી. આ ઉપરાંત, વર્ષ 2025ના અઢી મહિના દરમિયાન કુલ 6.84 લાખ વાહનચાલકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં 45 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
ટ્રાફિક વિભાગના જેસીપી નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે, રોંગ સાઇડમાં ગાડીઓ ચલાવવાના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. જેથી ટ્રાફિક વિભાગે આવા વાહન ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની નવી પ્રક્રિયા શરૂ કરી છે. આવા કાયદા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, જેથી લોકો ટ્રાફિકના નિયમો પાલન કરે.
અમદાવાદીઓ ટ્રાફિક નિયમન તોડવામાં મોખરે છે. 2023માં 11 કરોડ, 2024માં 56 કરોડ અને 2025ના પહેલા અઢી મહિનામાં જ 45 કરોડનો દંડ ફટકારાયો છે. આંકડા દર્શાવે છે કે, ટ્રાફિકના નિયમો તોડવા મામલે અમદાવાદીઓ ખૂબ ઉદ્યત છે. જે વાહનચાલકો દંડ ચૂકવતા નથી, તેમના વિરુદ્ધ ટ્રાફિક પોલીસ વિશેષ ઝુંબેશ હાથ ધરશે અને કડક કાર્યવાહી કરશે.
હવે, ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહન ચાલકોની ધરપકડ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. જો લોકોમાં જાગૃતિ નહીં આવે, તો આગામી સમયમાં દંડની રકમ વધુ વધી શકે છે અને વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.