કચ્છના સરહદી વિસ્તારમાં શિક્ષણની દયનીય સ્થિતિ, ક્યાંથી ભણશે ગુજરાત !
કચ્છ જેવા સરહદી જિલ્લામાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ આઘાતજનક

કચ્છ જેવા સરહદી જિલ્લામાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ આઘાતજનક

કચ્છ જેવા સરહદી જિલ્લામાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ આઘાતજનક
રાજ્ય સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા શિક્ષણક્ષેત્રે કથિત પ્રગતિના ઢંઢેરા પીટે છે, ત્યારે બીજી તરફ કચ્છ જેવા સરહદી જિલ્લામાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિ આઘાતજનક રીતે સામે આવી છે.
ભુજ નજીક આવેલા આંબેડકરનગરની પ્રાથમિક શાળાના પેટાવર્ગ તરીકે કાર્યરત ભારતનગર શાળામાં કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. પરિણામે અહીંના લગભગ 150 જેટલા વિધાર્થીઓ ગામના જર્જરિત કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે, જ્યારે મુખ્ય શાળામાં માત્ર 50 જેટલા વિધાર્થીઓ ભણી રહ્યા છે.
વિચિત્ર વ્યવસ્થા અને શિક્ષણતંત્રની અવગણનાના લીધે ભારતમાં નગરના આ બાળવિદ્યાર્થીઓ શિક્ષણના આધિકારથી વંચિત થવાની કગાર પર છે. સ્થાનિક લોકો અને વાલીઓએ અનેક વખત સ્વતંત્ર શાળાનો દરજ્જો આપવા માટે રજુઆત કરી છે, છતાં હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી.
આ સ્થિતિને લઈને તાજેતરમાં વાલીઓએ શાળા સુધી પહોંચી જઈ વિદ્યાર્થીઓના શાળામાંથી નામ કમી કરાવવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને પગલે ભુજ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તાત્કાલિક શાળાએ દોડી ગયા અને ગ્રામજનોની રજૂઆત સાંભળી. તેમણે સ્વતંત્ર શાળા માટે ફરી એકવાર સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવાની ખાતરી આપી છે.
હાલતેમ, લેખિત ખાતરી બાદ સ્થિતી થોડી થાળે પડી છે, પરંતુ જો આ સમસ્યાનો ઉકેલ ન લાવવામાં આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપી દેવામાં આવી છે, જે સ્થિતિને વધુ ગંભીર બનાવી શકે છે.
આ ઘટના રાજ્ય સરકાર માટે સ્પષ્ટ સંકેત છે કે માત્ર કાર્યક્રમો અને જાહેરમાં વાહવાહી કરતા ગ્રાઉન્ડ રિયાલિટી સુધારવી વધુ જરૂરી છે – ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં બાળકોના ભવિષ્યની વાત હોય.
આ પણ વાંચો--
ક્યાંથી ભણે ગુજરાતઃ પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા અને શિક્ષકોની દ્રષ્ટિએ ગુજરાત પાછળ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદની 4 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી! વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તપાસમાં જોડાઈ.

ગુજરાતના 4 જિલ્લામાં ઓછા વરસાદથી ચિંતા, ભૂપેન્દ્ર પટેલ સરકારના રાહત પગલાંમાં શું છે ખાસ? ખેડૂતોને હેક્ટરદીઠ ₹8,500ની સહાય, પશુપાલકોને માત્ર ₹2માં ઘાસચારો અને ગ્રામ્ય લોકોને 150 માનવદિવસની રોજગારીનો નિર્ણય!

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?