ખ્યાતિનો નવો કાંડ, પૈસા ફેંકો, PMJAY કાર્ડ બનાવો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ઘટસ્ફોટ , 6 શખ્સોની કરાઇ અટકાયત

ખ્યાતિનો નવો કાંડ, પૈસા ફેંકો, PMJAY કાર્ડ બનાવો

ખ્યાતિનો નવો કાંડ, પૈસા ફેંકો, PMJAY કાર્ડ બનાવો
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે . પોલીસ તપાસમાં ચોંકાવનારી માહિતી આવી છે કે ખ્યાતિ હોસ્પિટલનો સીઇઓ ચિરાગ રાજપૂત લોકોને કોઇ પણ પ્રકારના દસ્તાવેજો વગર જે આધાર પુરાવા વગર જ PMJAY કાર્ડ બનાવી આપતો હતો.
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કેસમાં PMJAY કાર્ડ હેઠળ સરકાર પાસેથી કરોડો રુપિયા પડાવી લેવા માટે નિર્દોષ દર્દીઓને બિમાર બતાવી તેમના હ્રદય ચીરીને સ્ટેન્ટ નાખવામાં આવતા હતા. આ કાંડમાં 2 દર્દીના મોત પણ થયા હતા. આ કેસમાં પોલીસે ગુનો નોંધીને હોસ્પિટના ડોક્ટર સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા . જો કે હોસ્પિટલનો મુખ્ય સંચાલક કાર્તિક પટેલ હજું પણ ફરાર છે.
દરમિયાન ખ્યાતિ કાંડમાં તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ચોંકાવનારી માહિતી મળી છે. પોલીસના જણાવ્યા મુજબ ખ્યાતિ કાંડનો આરોપી હોસ્પિટલનો સીઇઓ ચિરાગ રાજપૂત લોકોને PMJAY કાર્ડ બનાવી આપતો હતો. ચિરાગ રાજપૂત PMJAY માં પાત્રતાના હોય એ લોકોના પણ કાર્ડ બનાવી આપતો હતો.
પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ચિરાગ રાજપૂત આણિ મંડળી લોકોને કોઇ પણ પ્રકારના દસ્તાવેજ વગર જ PMJAY કાર્ડ બનાવી આપતો હતો. સમગ્ર કાંડમાં ખ્યાતિ હોસ્પિટલની પણ સંડોવણી બહાર આવી છે.
PMJAY કાર્ડમાં ખ્યાતિકાંડના આરોપી ચિરાગ રાજપૂતની મહત્વની ભૂમિકા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. ચિરાગ સહિતના આરોપીઓ માત્ર 1500 થી 2 હજાર રુપિયામાં લોકોને કાર્ડ બનાવી આપતો હતો.
આ રીતે સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. PMJAY માં પાત્રતા નથી ધરાવતા એ લોકોના કાર્ડ બનાવવામાં આવતા હતા. જેમની બાદમાં ધરપકડ થશે. અમદાવાદ નહીં ગુજરાત નહીં પણ દેશભરમાં આ કૌભાંડ થયુ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.