ગાંધીનગરમાં ક્રેડાઈનો 'ચેન્જ ઓફ ગાર્ડ', ગુજરાત સરકારનો સહયોગ અને વિકસિત ભારતનો સંકલ્પ...
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રેડાઈની 'ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-2025' યોજાઈ...

ક્રેડાઈની કમાન બદલાઈ, વિકાસની નવી દિશા ખુલી!

ક્રેડાઈની કમાન બદલાઈ, વિકાસની નવી દિશા ખુલી!
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ક્રેડાઈની 'ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની-2025' યોજાઈ, જેમાં નવા પ્રમુખ શેખર પટેલ અને નવી ટીમની વરણી કરવામાં આવી. PM નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા નવી ટીમને શુભેચ્છા પાઠવી.
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર ક્રેડાઈના પ્રોજેક્ટ ત્રણ વર્ષમાં પૂર્ણ થાય તે માટે સહયોગ આપવા તૈયાર છે અને બાંધકામના પ્લાન નિયત સમયમાં મંજૂર કરવા પ્રતિબદ્ધ છે. તેમણે PM ના 'દરેકને ઘર'ના લક્ષ્યને સાકાર કરવા ક્રેડાઈના પ્રયાસોની પ્રશંસા કરી અને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના વિચારને સાકાર કરવા ભારતના દરેક ભાગમાંથી હોદ્દેદારોને જવાબદારી સોંપવા બદલ ક્રેડાઈને અભિનંદન પાઠવ્યા.
નવા પ્રમુખ શેખર પટેલે PM ના 'વિકસિત ભારતના' સ્વપ્નને સાકાર કરવા ક્રેડાઈની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને આગામી પાંચ વર્ષમાં 10 લાખ બાંધકામ કામદારોને કૌશલ્ય તાલીમ આપવા, ગ્રીન ઈન્ડિયા કાઉન્સિલ, ડેટા એનાલિસિસ સેન્ટર અને અફોર્ડેબલ હાઉસિંગ 2.0 જેવા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની જાહેરાત કરી.
આ કાર્યક્રમમાં 'મારું અમદાવાદ' પુસ્તક અને 'ગ્રીન બિલ્ડિંગ' અહેવાલનું વિમોચન કરવામાં આવ્યું અને સ્કિલ ડેવલપમેન્ટ માટે ક્રેડાઈ, NSDC અને QCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. ક્રેડાઈના પૂર્વ પ્રમુખ બોમન ઈરાનીએ નવા પ્રમુખને બેટન સોંપી અને સંસ્થાની 25 વર્ષની સફર અને ભારતના GDP માં રિયલ એસ્ટેટના યોગદાનની વાત કરી. આ કાર્યક્રમમાં પંકજ પટેલ, પરિમલ નથવાણી અને અન્ય ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.