બેલારુસમાં ફસાયેલી નવસારીની મીનાબેન પરત આવશે
બેલારુસમાં ફસાયેલી યુવતી 24 જાન્યુઆરીએ વતન પરત ફરશે. વિડીયો વાયરલ થતા તંત્ર હરકતમાં આવ્યુ

બેલારુસમાં ફસાયેલી યુવતી પરત આવશે

બેલારુસમાં ફસાયેલી યુવતી પરત આવશે
ગુજરાતના નવસારી જિલ્લાની એક વિધવા મહિલા, જે વિદેશમાં ઉંચા પગારની લાલચે 'જોબ સ્કેમ'નો શિકાર બની હતી, તે આખરે આગામી 24 જાન્યુઆરીએ હેમખેમ ભારત પરત ફરશે. ત્રણ સંતાનોની માતા એવી મીના જોશીએ એજન્ટો દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીનો વિડીયો વાયરલ કર્યા બાદ આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મીનાબેનને વડોદરાના એજન્ટો દ્વારા બેલારુસમાં ફ્રુટ પેકિંગની નોકરી અને માસિક ₹90,000 પગારની ખાતરી આપવામાં આવી હતી. આ માટે તેમણે પોતાની બચત અને ઉછીના લીધેલા મળી કુલ ₹5.50 લાખ એજન્ટોને ચૂકવ્યા હતા. જોકે, બેલારુસ પહોંચ્યા બાદ તેમને ખબર પડી કે ફ્રુટ પેકિંગ જેવી કોઈ નોકરી જ નથી. તેમને ત્યાં એક તબેલામાં પશુઓની સંભાળ રાખવાના કામમાં લગાડી દેવામાં આવ્યા હતા.
વિડીયો વાયરલ અને મદદ:
પરદેશમાં અટવાયેલી અને આવક વગરની મીનાબેને એક વિડીયો રેકોર્ડ કરીને એજન્ટો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ લોકોમાં રોષ ફેલાયો હતો. આખરે, વિઝા પ્રોસેસ કરનાર એજન્સી 'ગજાનંદ ઓવરસીઝ' દ્વારા તેમની મદદ કરવામાં આવી હતી. એજન્સીના માલિક પીયૂષ ચૌહાણે જણાવ્યું કે, મામલો સામે આવતા જ તેમણે કંપનીનો સંપર્ક કર્યો અને મીનાબેનને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
પરત ફરવાનું શેડ્યૂલ:
મીના જોશી 23 જાન્યુઆરીએ રાત્રે 9:20 વાગ્યે બેલારુસના મીન્સક એરપોર્ટથી રવાના થશે અને 24 જાન્યુઆરીએ સવારે 6:40 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી તેઓ તેમના વતન નવસારી પરત ફરશે. આ ઘટના ફરી એકવાર વિદેશ જવા ઈચ્છતા લોકો માટે લાલબત્તી સમાન છે કે કોઈપણ એજન્ટ કે નોકરીની ઓફરની ખરાઈ કર્યા વગર આગળ વધવું નહીં.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.