દેખાવ પૂર્વોત્તર જેવો, પણ આ અજાયબી છે ગુજરાતની!
નવસારીના માનકુનિયા ગામમાં શિક્ષણ અને સંસ્કૃતિનો અનોખો સંગમ

દેખાવ પૂર્વોત્તર જેવો પણ આ અજાયબી છે આપણા ગુજરાતની

દેખાવ પૂર્વોત્તર જેવો પણ આ અજાયબી છે આપણા ગુજરાતની
Mankuniya Village's Library: પહેલી નજરે જોતાં જ પૂર્વોત્તર ભારતના કોઈ સુંદર હિલ સ્ટેશન જેવો અહેસાસ કરાવતું એક અદભુત દ્રશ્ય દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વાંસદા તાલુકાના છેવાડાના 'માનકુનિયા' ગામે શિક્ષણ અને સંસ્કૃતિના સમન્વયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગામમાં સરકારી આવાસ જેવી રૂઢિચુસ્ત ડિઝાઈનથી હટીને પહાડી શૈલીનું એક અત્યાધુનિક 'સાર્વજનિક પુસ્તકાલય' તૈયાર કરવામાં આવ્યું છે.

લોકફાળો અને વારલી આર્ટનું અદભુત આકર્ષણ
આ ભવ્ય પુસ્તકાલયના નિર્માણ પાછળ માનકુનિયા ગામના જાગૃત સરપંચ અને ગ્રામજનોની એકતા જવાબદાર છે. સરકારી ગ્રાન્ટની રાહ જોયા વિના, સમગ્ર ગ્રામજનોએ 'લોકફાળા' દ્વારા આ પ્રોજેક્ટને સાકાર કર્યો છે. આ ઈમારતની વિશેષતા એ છે કે તેની લીલીછમ દીવાલો પર સ્થાનિક આદિવાસી સંસ્કૃતિની ઓળખ સમી પરંપરાગત 'વારલી ચિત્રકળા' (Warli Art) કંડારવામાં આવી છે.
લાલ રંગની બારી-બારણાં અને પ્રકૃતિની ગોદમાં બનેલી આ સુંદર લાઈબ્રેરી હવે ગામના બાળકો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે. પોતાની મૂળ સંસ્કૃતિને જાળવીને શિક્ષણ તરફ ડગ માંડનારા આ આદિવાસી ગામની પહેલને સમગ્ર રાજ્યમાં બિરદાવવામાં આવી રહી છે.
નોંધ: લેખક પોલીસ વિભાગમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે અને લેખમાં લખેલા તેમના સ્વતંત્ર વિચારો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?