કચ્છના ખાવડામાં જોવા મળ્યું રહસ્યમય ડ્રોન, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
સ્થાનિક લોકોએ વહેલી સવારે ડ્રોન જોયુ હતું.

સ્થાનિક લોકોએ વહેલી સવારે ડ્રોન જોયુ હતું.

સ્થાનિક લોકોએ વહેલી સવારે ડ્રોન જોયુ હતું.
વહેલી સવારે ખાવડાના આકાશમાં એક અજાણ્યું ડ્રોન જોવા મળતાં સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ હતી. ડ્રોન કોણે અને ક્યાંથી ઉડાવ્યું, અને તેનો હેતુ શું હતો – તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.
પહલગામ એટેક બાદ કચ્છ જિલ્લામાં પણ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવાઇ છે ત્યારે ગુરુવારે સવારે ડ્રોન જોવા મળતાં લોકોમાં કૂતુહલ જોવા મળ્યું હતું. ઉલ્લેખનિય છે કે કચ્છ જિલ્લો પાકિસ્તાનની સરદહે આવેલો છે જેથી અહીં સુરક્ષા એજન્સીઓ સદાય એલર્ટ રહેતી હોય છે તેવામાં આ ઘટના બનતા ચકચાર મચી ગઇ છે.
સ્થાનિક ગ્રામજનોના કહેવા પ્રમાણે સવારે લગભગ 5:30 વાગ્યાની આસપાસ તેઓએ આકાશમાં એક નાની ચમકતી વસ્તુ ઊડતી જોઈ. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગ્યું કે કોઈ ડ્રોન છે. થોડા સમય માટે તે આકાશ દિશામાં ઉડતો રહ્યું હતું અને ત્યારબાદ તે વીજતાર સાથે અથડાયું હતું.
ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ રીતે ડ્રોનના ઉડાનના દૃશ્યો દેખાઈ રહ્યા છે. આ વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને સ્થાનિક લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.
મહત્વપૂર્ણ છે કે ખાવડા પાસે ભારત-પાકિસ્તાન સીમા નજીકનો વિસ્તાર છે, જ્યાં આવા વિમાનીય ઉપકરણોની ગેરકાયદેસર પ્રવૃત્તિ સુરક્ષા માટે ગંભીર મુદ્દો બની શકે છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ શરૂ કરી છે. સરહદી વિસ્તાર હોવાથી તમામ સંભાવનાઓ પર નજર રાખવામાં આવી રહી છે.”
ઉલ્લેખનિય છે કે ભારતમાં ડ્રોન ઉડાવવા માટે Director General of Civil Aviation (DGCA)ની મંજૂરી ફરજિયાત છે. ખાસ કરીને સુરક્ષા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કડક નિયંત્રણ હેઠળ હોય છે. આવી જગ્યાઓ પર કોઈપણ ગેરકાયદેસર ડ્રોન પ્રવૃત્તિને સંભવિત આતંકી ખતરા તરીકે જોવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ