પંચમહાલમાં અંતરિયાળ વિસ્તારમાં પ્રેમીના હાથે મળી હત્યા
પ્રેમપ્રકરણમાં ભુવાએ પ્રેમિકાને પતાવી દીધી હોવાની શંકા, પ્રેમિકાની નિર્દયી હત્યાની ચકચારી કિસ્સાનો આખરે ચોંકાવનારો વળાંક

પ્રેમિકાની નિર્દયી હત્યામાં ચોંકાવનારો વળાંક

પ્રેમિકાની નિર્દયી હત્યામાં ચોંકાવનારો વળાંક
પંચમહાલના શહેરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી લગ્નેતર સંબંધમાં પ્રેમિકાની નિર્દયી હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે.સમગ્ર પંથક માં ભારે ચર્ચા નું કેન્દ્ર બનેલા પરણીતા ની હત્યા ના ઘૂંટાતા રહસ્ય પરથી પંચમહાલ પોલીસે પરદો હટાવતા. જે સામે આવ્યું તે ખૂબ ચોંકાવનારું છે.શું છે સમગ્ર મામલો જાણીયે વધુ વિગતે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના બાંધેલી જંગલ વિસ્તારમાંથી ગત 25 માર્ચની સાંજે ખુલ્લા મેદાન જેવા વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી.ઘટનાની જાણ થતાં શહેરા પોલીસે પ્રાથમિક તપાસ કરતાં મળી આવેલ લાશ 32 વર્ષીય રંજનબેન કેવળભાઈ પટેલની હોવા નું સામે આવ્યું હતું.પરણીતાની લાશ મળી હોવાની ખબર વાયુવેગે ફેલાતા ઘટના સ્થળે ભારે લોકટોળા એકત્રિત થયા હતાં.મૃતક રંજનબેનના અંદાજીત 12 વર્ષ પહેલા કુંડલા ગામે કૈવળભાઈ પટેલ સાથે લગ્ન થયા હતા.લાંબા લગ્ન જીવનથી તેમને બે બાળકો પણ હતાં.પતિ મજૂરી કામ કરતા હતાં અને સંસાર સારી રીતે ચાલતો હતો.પરંતુ અચાનક 25 તારીખે સવારે 4 વાગ્યાની આસપાસ પોતાની સાસરીના ઘરે કુંડલાથી કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા.જેના બાદ રંજન બેનની લાશ ગામ નજીકના ડુમેલાવ ગામની ખેત તલાવડીના ખુલ્લા મેદાનમાંથી મળી આવી હતી.
મૃતક રંજનબેનના ભાઈ પટેલે શહેરા પોલીસને આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'ગત 24 માર્ચના રોજ બહેન રંજનનો ફોન આવ્યો હતો અને પિતા સહિત બધાના ખબર અંતર પૂછ્યા હતા.ત્યારબાદ કોઈ વાત થઈ નહોતી.25 તારીખે ઓળખીતાનો ફોન આવ્યો કે, 'બહેન રંજનની લાશ ડુમેલાવના જંગલમાં પડી છે.' અમે ત્યાં જઈ જોયું તો રંજનબેનની લાશ પડેલી હતી અને ગળામાં ક્લચ વાયર બાંધેલો હતો સાથે જ બોડી પર પથ્થરો માર્યાના નિશાન પણ હતા.અને શ્રીફળ ફૂલહાર અને લાલ કપડું પણ પડ્યું હતું.લાશ જોતા જ અમને ખ્યાલ આવ્યો કે બહેન રંજનની કોઈકે હત્યા કરી છે જેથી અમે શહેરા પોલિસને જાણ કરી હતી.રંજનબેનને તેમના પતિ અને સાસરિયા સાથે અવારનવાર કકળાટ થતો હતો.બે થી ત્રણ વાર સામાજિક રાહે સમધાન કર્યા બાદ તેઓ સાસરીમાં ગયા હતા.
રંજનબેનની હત્યા ઘર કંકાસમાં થઈ હોવાનું સૌને લાગી રહ્યું હતું.જ્યારે લાશ પાસેથી મળી આવેલ શંકાસ્પદ વસ્તુઓ જોતા તેમની કદાચ તાંત્રિક વિધિમાં પણ હત્યા થઈ હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું હતું.હત્યાનું રહસ્ય એવું ઘૂંટાતું જતું હતું કે પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી.જો કે પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સ કામે લગાડતા એક વ્યક્તિ પ્રત્યે પોલીસને શંકા ઉપજી હતી.જેની કોલ ડિટેલ ચેક કરતા પોલીસના ધ્યાને આવ્યું કે મૃતક રંજનબેનના નજીકના ગામ માતરીયાનો રહેવાસી દિલીપ ડામોર સાથે રંજનબેન દરરોજ મોડી રાત સુધી વાતો કરતા હતા અને હત્યાની રાત્રે પણ વાત થઈ હતી.જેથી શંકાના આધારે પોલીસે દિલીપ ડામોરની પૂછપરછ કરી. તો જે જાણવા મળ્યું તે જોઈ પોલિસ પણ ચોંકી ઉઠી.
શંકાના આધારે પૂછપરછ માટે લવાયેલા દિલીપ ડામોર પોલીસની ઉલટ તપાસ અને આકરી પૂછપરછથી ભાંગી પડ્યો તેને પોલીસ સમક્ષ કબુલ કર્યું કે રંજનબેનની હત્યા તેણે પોતે જ પોતાના દીકરાની સાયકલના બ્રેક વાયરથી ગળું દબાવી કરી છે.હત્યારા દિલીપ ડામોરે પોલીસને જણાવ્યું કે રંજનબેનના સાસરીમાં તે એક વર્ષ પહેલાં રામદેવજીનો પાઠ પુરવા ગયો હતો.જ્યાં રંજન સાથે આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ સ્થપાયો હતો.દિલીપ અને રંજન મોડી રાત સુધી એકબીજા સાથે ફોન પર વાતો કરતા હતા. જે જગ્યા એ રંજનની હત્યા થઈ તેજ જગ્યા એ ઘણી વખત રાત્રીના અંધારામાં મળતા.તેમની વચ્ચે ઘણી વખત શરીર સંબંધ પણ બંધાયો હતો.હત્યારા એ નિર્લેજ્જતાથી કબુલ્યું પણ ખરું કે રંજનને તેના પતિ સાથે નહોતું રહેવું.રંજનને તેનો પતિ ખૂબ ત્રાસ આપતો હતો તેથી રંજન તેના પતિ સાથે રહેવા નહોતી માંગતી.રંજનને તેની એટલે કે દિલીપ સાથે ઘરસંસાર માંડવો હતો.અત્યાર સુધી રંજન સાથે તમામ પ્રકારના સુખ ભોગવનાર પ્રેમી દિલીપ ડામોર પણ પરણેલો હોઈ તેને રંજન હવે બોજ અને આફત લાગવા લાગી હતી.તેથી રંજનનો કાંટો કાઢી નાખવાની યોજના બનાવી. હત્યાની રાત્રે રંજનને નિર્ધારિત જગ્યા એ મળવા બોલાવી.દિલીપ પોતાના ઘરે થી રાત્રે બાધાનું કામ હોવાનું કહી શ્રીફળ વગેરે સામગ્રી સાથે પોતાના દીકરાની સાયકલનો બ્રેક વાયર લઈને નીકળ્યો હતો.રંજન અને દિલીપ બંને દરરોજની જગ્યાએ મળ્યા પણ ખરા.દિલીપ સાથે સુખી ઘરસંસારના સપના જોતી રંજનને દિલીપે અંધારામાં પ્રેમ કરવાનું નાટક કરી ગળા પર બ્રેક વાયર ટૂંપી દઇ તેની નિર્મમ હત્યા કરી નાખી.હત્યા કર્યા બાદ શ્રીફળ સહિતનો સામાન રંજનની લાશ પાસે મૂકી દીધા દીધા બાદ દિલીપ પુરાવાનો નાશ કરવા રંજનનો ફોન લઈ નજીકના ગામના જંગલમાં ફેંકી આવ્યો.
હત્યારા દિલીપને એમ હતું કે પોલીસ ગુમરાહ થશે અને પોતે બચી જશે પરંતુ પોલીસે અદ્યતન ટેકનોલોજીના સથવારે માત્ર ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપી દિલીપ ડામોર સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે મિનીટની બંધાયેલ લાગણીમાં 12 વર્ષના લગ્ન જીવન,ત્રણ પરિવાર અને બે પરિવારના બાળકો, બધાની લાગણીની રમત થઇ અને છેવટે મળ્યું શું ?
પતિ તરફના ત્રાસનો ઉકેલ મળી જાત પણ એક પ્રેમીના હાથે સીધી હત્યા જ મળી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.