ભુજમાં પાણીની સમસ્યા ઉકેલવામાં પાલિકાનું તંત્ર નિષ્ફળ
મોટાભાગના પાણીના બોર ફેઈલ થતા ભારાપર યોજના નિષ્ફળ

મોટાભાગના પાણીના બોર ફેઈલ થતા ભારાપર યોજના નિષ્ફળ

મોટાભાગના પાણીના બોર ફેઈલ થતા ભારાપર યોજના નિષ્ફળ
ભુજ શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પાલિકાની પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદાના નીર આધારિત છે, જેના કારણે ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે
ભુજ શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથેજ પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે. પાણીની સમસ્યા સામે ભુજ પાલિકાનું તંત્ર લાચાર બન્યું છે. વર્ષોથી ભુજમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા નીર આધારિત છે. અવાર નવાર નર્મદાનું પાણી બંધ થવાના કારણે પાણીની સમસ્યા ઊભી થાય છે .. આગાઉ પાલિકા દ્વારા ૨૨ કરોડ રૂપિયાના ખર્ચે ભારાપર યોજના બનાવી હતી. ભારાપર યોજનામાં ૧૬ જેટલા પાણીના બોર બનાવામાં આવ્યા હતા જેમાં મોટાભાગના પાણીના બોર ફેઈલ થતા ભારાપર યોજના નિષ્ફળ ગઈ છે. હાલમાં પાલિકા હસ્તકના 10 જેટલા પાણીના બોર છે તેમાં પણ ચાર બોર બંધ હાલતમાં છે.
ભુજ પાલિકા પાસે પાણી માટેનું કોઈ નક્કર આયોજન નથી જેના કારણે ભુજવાસીઓ વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. પાણી મુદ્દે કોંગ્રેસ પણ પાલિકા શાસન સામે સવાલો ઊભા કર્યા છે. ભુજ પાલિકામાં 40 વર્ષથી ભાજપની સતા છે તેમ છતાં પાલિકાએ પીવાના પાણી માટે કોઈ આયોજન કર્યું નથી જેના કારણે ભુજવાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે. પાણીની સમસ્યા લઈને તંત્ર જાગ્યું છે. પાલિકાએ નર્મદાનું પાણી વધુ મળે તેવી રજૂઆત કરી છે .. સાથે જ બંધ પડેલા પાણીના બોર ચાલુ કરવા માટે આયોજન હાથ ધર્યું છે કે ભુજના લોકોને કાયમી પાણીની સમસ્યા માંથી મુક્તિ ક્યારે મળશે તેવો સવાલ ઊભો થયો છે.
આ પણ વાંચો--- પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી સામે જ ખુલી તંત્રની પોલ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.