ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાની મોતની છલાંગ
પોલીસકર્મીની પત્ની-પુત્રનો નરોડામાં આપઘાત; મૃતકના ભાઈએ પુરાવા આપી કહ્યું- 'બનેવી ઢોર માર મારતો હતો'

પોલીસકર્મીની પત્ની-પુત્રનો નરોડામાં આપઘાત

પોલીસકર્મીની પત્ની-પુત્રનો નરોડામાં આપઘાત
અમદાવાદમાં આજે (7 ડિસેમ્બર) નરોડા વિસ્તારમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત સામે આવતાં સ્થાનિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. જ્યારે બીજી તરફ એવું સામે આવી રહ્યું છે કે મૃતક મહિલાના પતિ હાલ પોલીસમાં ફરજ બજાવે છે. એક તરફ જ્યાં પરિવાર પર માતમ છવાયું છે ત્યારે સોસાયટીના રહીશો પણ આ ઘટનાને લઈને આઘાતમાં સરી પડ્યા છે.
આ મામલે મૃતક વિરાજબેનના મોટા ભાઈ વિકેશ સોલંકીએ જણાવ્યું કે, હું આર્મીમાં નોકરી કરું છું. મારી બહેનના લગ્નના દસ વર્ષ થઈ ગયા છે. આ લગ્નગાળામાં મારી બેનને અનેક વખત મારઝુડ કરવામાં આવતી હતી. તેનો પતિ અને સાસરીયા તરફથી ત્રાસ આપવામાં આવતો હતો. હંમેશા શંકા કરીને તેને રૂમમાં ક્યારેક પૂરી દેવામાં આવતી હતી.
બનાવમાં વિગત એવી સામી આવી રહી છે કે મરનાર બાળકની ઉંમર સાત વર્ષની છે અને તેનું નામ રીધમ છે, જ્યારે તેની માતાનું નામ વિરાજબેન વાણિયા છે. આજે સવારે અચાનક સોસાયટીમાં ત્રીજા માળથી નીચે કોઈ પટકાવ્યું અને જોરદાર અવાજ આવતાં લોકો ભેગા થઈ ગયા હતા ને જોતાં બંને મૃતકોની લાશ નીચે પડી હતી. નીચે લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં, જે જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આસપાસના લોકો ભેગા થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડીવારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ