ગુજરાતમાં “તબિયત “ના નામે “તબિયત” થી પીવાતો દારુ, અમદાવાદમાં અરજીઓનો ઢગલો
એક અંદાજ મુજબ આખા રાજ્યમાં 40 હજારથી વધુ લોકો પાસે દારુની પરમીટ

એક અંદાજ મુજબ આખા રાજ્યમાં 40 હજારથી વધુ લોકો પાસે દારુની પરમીટ

એક અંદાજ મુજબ આખા રાજ્યમાં 40 હજારથી વધુ લોકો પાસે દારુની પરમીટ
ગુજરાતમાં ભલે દારુબંધી હોય પણ હેલ્થ પરમીટના નામે દરોડો રુપિયાનો દારુ પીવાઇ રહ્યો છે. ખાસ કરીને 45 વર્ષની ઉંમર પછી ડોક્ટરની સલાહ બાદ ઘણા લોકો દારુ પરમીટ કઢાવે છે, અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં 16 મહિનામાં જ હેલ્થ લીકર પરમીટની ભલામણ બાદ 4590 અરજીને મંજૂરી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનિય છે કે 45 વર્ષ બાદ તબીબી સલાહ અને ભલામણ બાદ હેલ્થને ધ્યાનમાં રાખીને દારુની પરમીટ અપાઇ રહી છે.
વર્ષ 2025ના છેલ્લા ચાર મહિનામાં 1091 હેલ્થ લીકરની પરમીટ આપવામાં આવી છે જેમાં 221 નવી અરજી સામેલ છે જ્યારે 870 જેટલી અરજીઓનું રિન્યુઅલ માટે આવી હતી. એક અંદાજ મુજબ આખા રાજ્યમાં 40 હજારથી વધુ લોકો પાસે દારુની પરમીટ છે. અને 2020-21માં સરકારને 11.92 કરોડ તો વર્ષ 2021-22માં 10.71 કરોડ અને 2022-23માં 12.69 કરોડની આવક પણ થઇ હતી.
તબીબી ભલામણ બાદ 45 વર્ષ પછી દારુની પરમીટ ધરાવનારને મહિને 3 યુનિટ અપાય છે જ્યારે 50થી 65 વયની વ્યક્તિને દારુની પરમીટ હોય તો મહિને 4 યુનિટ અપાય છે અને 65 વર્ષ કરતા વધુ ઉંમરનાને મહિને 5 યુનિટ દારુની પરમીટ અપાય છે. હેલ્થ પરમીટ માટે સિવીલ હોસ્પિલમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડે છે અને 20 હજાર રુપિયાની ફી ચુકવીને દારુની હેલ્થ માટે પરમીટ મેળવી શકાય છે. સત્તાવાર આંકડા મુજબ 2023માં 1248 દારુની હેલ્થ પરમીટ માટે નવી અરજી જ્યારે 3176 રન્યુઅલ અરજી, 2024માં 290 નવી અરજી જ્યારે 3209 રિન્યુઅલ અરજી અને 2015માં એપ્રિલ સુધીમાં 221 નવી અરજી અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં કરાઇ હતી જ્યારે 870 અરજી રિન્યુઅલ માટે આવી હતી.
આ પણ વાંચો--- VADODARA : ભોજના વિક્રમસિંહના બાંગ્લાદેશી યુવતી સાથેના સંતાનનું શું..?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.