SOU ની એક મહિનામાં 2.50 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત
ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે

ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે

ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓનો રેકોડબ્રેક ઘસારો જોવા મળી રહ્યો છે. ઉનાળા વેકેશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું SOU એક મહિનામાં 2.50 લાખથી વધુ મુલાકાત લીધી છે. ગત વર્ષ કરતાં એક લાખ વધુ છે. એકતાનગર ખાતે આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2018થી અત્યાર સુધીમાં કુલ 2.75 કરોડ પ્રવસીઓએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લીધી છે. વેકેશનના અંતિમ શનિ-રવિવારે હજારોની સંખ્યામાં પ્રવાસિયો આવી રહ્યા છે. 41 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ પ્રવાસિઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સત્તામંડળ દ્વારા કેનોપી વોંકવે, પીવાના પાણીની વ્યવસ્થા એસી બસ સ્ટોપ, સ્પ્રિંકલર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
નર્મદાના CEO અમિત અરોરાએ જણાવ્યું કે, પ્રવાસીઓને મુક્ત મને ફરવાનો આનંદ મળે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવાર સાથે આવતા પ્રવાસીઓની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જે પહેલાં વિદેશ ફરવા જતા પ્રવાસીઓ હવે એકતાનગરની મુલાકાતે આવી રહ્યા છે. એક વાર આવનાર પ્રવાસીઓ વારંવાર આવવાનું પસંદ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.