મોરબીમાં વિજપોલ વિવાદ ગરમાયો
ખેડૂતો અને સરપંચોએ સરકાર સામે ઉઠાવ્યો અવાજ,વિજપોલનું કામ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન

AI જનરેટેડ

AI જનરેટેડ
Morbi Halvad Power Pole Farmers Protest: મોરબી જિલ્લામાં વિજપોલ સ્થાપનાના મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. હળવદ મામલતદાર કચેરી ખાતે 22થી વધુ ગામોના સરપંચો,ખેડૂતો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતો અને સરપંચોએ 'જય જવાન, જય કિસાન'ના નારા લગાવી સરકાર અને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનકારી ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની રજૂઆતો છતાં તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે ખેતીની જમીનમાં વિજપોલ ઉભા કરવાની કામગીરીને કારણે તેમની જમીન અને ખેતીને નુકસાન થવાની શક્યતા છે. આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરવા છતાં સંતોષકારક નિર્ણય ન આવતા હવે વિરોધ વધુ તેજ બન્યો છે.
શું છે સમગ્ર વિવાદ?
ખેડૂતોના જણાવ્યા મુજબ વીજ ટ્રાન્સમિશન લાઇન માટે તેમના ખેતરોમાં વીજપોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે.ખેડૂતોનો આરોપ છે કેજમીન માલિકોની યોગ્ય સંમતિ લેવામાં આવી નથી.અનેક સ્થળોએ યોગ્ય માપણી વગર કામગીરી થઈ રહી છે.ખેતીલાયક જમીનને સીધી અસર થશે.ભવિષ્યમાં પાક ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે.જમીનની કિંમતમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.આ મુદ્દે ખેડૂતો લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું.22થી વધુ ગામોના સરપંચો એક મંચ પર આંદોલનની વિશેષતા એ રહી કે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ 22થી વધુ ગામોના સરપંચો પણ ખેડૂતોના સમર્થનમાં આગળ આવ્યા.સરપંચોએ જણાવ્યું કે ગામોના લોકોની વાત સાંભળ્યા વિના વિકાસકાર્યો થવા જોઈએ નહીં.તેમણે સરકારને વૈકલ્પિક રૂટ શોધવા અને ખેડૂતો સાથે ચર્ચા કરીને નિર્ણય લેવા અપીલ કરી.
મોરબીમાં ખેડૂતોનો આક્રોશ રસ્તા પર
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસના વિવિધ પ્રોજેક્ટો માટે જમીન સંપાદન અને વીજ માળખાં ઊભાં કરવાના મુદ્દે ખેડૂતોના વિરોધના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. હવે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પણ વીજપોલના મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે.હળવદ તાલુકાના 22થી વધુ ગામોના સરપંચો, ખેડૂતો અને ગ્રામજનોએ એકજૂથ થઈ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું.મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરીને કારણે કચેરી પરિસરમાં ભારે ચહલપહલ જોવા મળી હતી.
હળવદ મામલતદાર કચેરીએ આવેદનપત્ર
ખેડૂતોના પ્રતિનિધિમંડળે મામલતદારને આવેદનપત્ર આપીને માંગ કરી કે હાલની કામગીરી તાત્કાલિક રોકવામાં આવે.ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવે.વૈકલ્પિક માર્ગ પસંદ કરવામાં આવે.યોગ્ય વળતર અને કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવે.ખેડૂતોએ જણાવ્યું કે તેમની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર
વિરોધ દરમિયાન ખેડૂતો અને સરપંચોએ કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર કર્યો હતો. આંદોલનકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની મુખ્ય માંગણીઓનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી માત્ર ચર્ચા નહીં પરંતુ યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે.ખેડૂતોનું કહેવું છે કે જેતપર ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને હવે આસપાસના ગામોનું પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે.વિવિધ ગામોના સરપંચો અને ખેડૂતો આંદોલન સાથે એકજૂટતા દર્શાવી રહ્યા છે, જેના કારણે સમગ્ર મુદ્દો વધુ ગંભીર બન્યો છે.
પહેલા પારણાં કરાવો,પછી જ કામગીરી શરૂ કરવાની માંગ
આંદોલનકારીઓએ તંત્ર સમક્ષ માંગણી કરી હતી કે જેતપર ખાતે આમરણાંત ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓના પારણાં કરાવવામાં આવે અને તેમની સાથે સમાધાન બાદ જ વિજપોલ સંબંધિત કામગીરી આગળ વધારવામાં આવે.સાથે જ હાલ ચાલી રહેલી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી.ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની રજૂઆતોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.બીજી તરફ સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.આગામી દિવસોમાં તંત્ર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન થાય છે કે આંદોલન વધુ ઉગ્ર બને છે તેના પર સૌની નજર છે.
ઉપવાસ આંદોલનને મળ્યું પ્રચંડ સમર્થન
ખેડૂતોની જમીનમાં વાલીપણા હક અને વળતર વિના નાખવામાં આવતા વીજપોલની કામગીરી સામે જેતપર ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. હળવદ અને મોરબી પંથકના ગ્રામીણ વિસ્તારોમાંથી આ આંદોલનને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. મામલતદાર કચેરીએ એકઠા થયેલા ખેડૂતોએ એકસૂરે માંગ કરી છે કે, જ્યાં સુધી વીજપોલ ઊભા કરવાનું કામ સદંતર બંધ કરવામાં નહીં આવે અને ઉપવાસ પર બેસેલા આંદોલનકારીઓના પારણાં કરાવવામાં નહીં આવે, ત્યાં સુધી વહીવટી તંત્ર સાથે કોઈ પણ પ્રકારની સમાધાનકારી ચર્ચા કરવામાં આવશે નહીં.
તંત્ર દોડતું થયું ,પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ખેડૂતો અને 22 ગામના સરપંચોના આ અણધાર્યા આક્રમક વલણને પગલે કલેક્ટર કચેરી અને પોલીસ તંત્ર ભારે દોડતું થઈ ગયું છે.કચેરી બહાર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. ખેડૂતોનો આરોપ છે કે તંત્ર દ્વારા તેમની રજૂઆતો સાંભળવાને બદલે કંપનીઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ