મોરબી: માતા પર રહી ગયું મહેણું, બે બાળકીના મોતથી પરિવાર શોકમાં
વાંઢ વિસ્તારમાં તળાવમાં ડૂબી જતા બે બાળકીના મોત

4 વર્ષની બે બાળકીઓનું તળાવમાં ડૂબી જતા મોત

4 વર્ષની બે બાળકીઓનું તળાવમાં ડૂબી જતા મોત
મોરબીના માળિયા મિયાણામાંથી એક ગોઝારી ઘટના સામે આવી છે. માતા સાથે કપડા ધોવા તળાવ ગયેલી બે બાળકીઓના તળાવમાં ડૂબી જતા મોત થયા છે. બન્ને બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી...જેમાં એક બાળકીનું સારવાર પહેલાજ મોત થયું હતું..જ્યારે બીજી બાળકીની સ્થિતિ ગંભીર હોવાથી ફરજ પરના તબીબોએ બાળકીને બચાવવાના તમામ પ્રયાસો કરવા છતા બાળકી બચી શકી ન હતી.
ઘટનાને વિગતે જોઈએ તો, માળિયા મિયાણાના વાંઢ વિસ્તારમાં રહેતા રૂક્સાનાબેન નિઝામભાઈ માલાણી નામની મહિલા તેના ઘર પાસેના તળાવમાં કપડા ધોવાં ગઈ હતી. જ્યાં તેની સાથે તેની 4 વર્ષની દીકરી નાઝ્મીન અને તેની નણંદની દીકરી નાયરા પણ સાથે ગયા હતા. બન્ને દીકરીઓ પાણીમાં રમતી હતી તે દરમિયાન અચાનક બને ડૂબવા લાગી હતી અને બુમાબુમ કરતા પાસે કપડા ધોઈ રહેલા રૂકસાનાબેનની નજર પડતા તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા. બન્ને દીકરીઓના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા. જેથી તેઓ બન્ને બાળકીને લઇ સિવિલ હોસ્પિટલ પહોચી ગયા હતા.પણ ક્યાંક હોસ્પિટલ પહોચતા મોડૂ થયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ફરજ પર હાજર તબીબે તપાસ કરતા એક બાળકીનું સારવાર પહેલા જ મોત થયું હતું.જોકે બીજી બાળકીની સ્થિતિ ગંભીર હોવાથી ફરજ પરના તબીબોએ તેને બચાવવા પ્રયાસ કર્યો હતો સ્થિતિ નાજુક હોવાથી તાત્કાલિક રીફર કરવાની જરૂરીયાત હોવાથી આઈસીયુ એમ્બ્યુલન્સ માટે માળિયા 108માં કોલ કરવામાં આવ્યો હતો.જોકે તે એમ્બ્યુલન્સ પહોચે તે પહેલા તેનું મોત થયું હતું જેથી બન્ને બાળકીના મૃતદેહ પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે જાણ થતા માળિયા મિયાણા પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ દોડી હતી.
બીજી તરફ ઘટનાની સ્થાનિકોએ જાણ થતા તેઓ હોસ્પિટલમાં એકઠા થઇ ગયા હતા અને બાળકી જ્રુરુરી સારવાર ન મળી હોવાના અને સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન કે જરૂરી ઈમરજન્સી સાધનો ન હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત બાળકીને વધુ સારવાર માટે આઈસીયુ પ્રકારની એમ્બ્યુલન્સની તાત્કાલિક જરૂર હોય પરંતુ સમયસર એમ્બ્યુલન્સ પણ મળી ન હોવાથી બાળકીઓના મોટા થવાના આક્ષેપ હોસ્પિટલમાં પરિવાર સાથે આવેલા અન્ય લોકો દ્વારા કરવામાં આવ્યા હતા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ