ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું
બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે કરાનો વરસાદ; અમદાવાદમાં અંધાર પટ સાથે અનેક વિસ્તારમાં ઝાપટા

અમદાવાદમાં અંધાર પટ સાથે અનેક વિસ્તારમાં ઝાપટા

અમદાવાદમાં અંધાર પટ સાથે અનેક વિસ્તારમાં ઝાપટા
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આજે (4 મે, 2025) વહેલી સવારથી જ અનેક જિલ્લાઓના વાતાવરાણમાં પલટો આવ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અણધારી આફતથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.

થરાદમાં ભારે પવન સાથે કરા પડ્યાં
બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે. થરાદ સહિતના વિસ્તારમાં મધરાત્રે તોફાની પવન અને વીજળના ચમકારા સાથે ભારે કરા પડ્યા હતાં. અમીરગઢ, ઈકબાલગઢ, પાલનપુર, મોરથલ સહિત વિસ્તારમાં કરા સાથે વરસાદ નોંધાયો છે. મેંઘ ગર્જના સાથે ભારે પવન ફૂંકતા બાજરી જેવા પાકોને નુકસાન થઇ શકે છે. હાલ વરસાદ પડતા ગરમીથી લોકોને આંસિક રાહત મળી છે.
અરવલ્લી જિલ્લામાં અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ
અરવલ્લી જિલ્લામાં પણ વહેલી પરોઢથી કમોસમી વરસાદ શરૂ થયો છે. ભારે ગાજવીજ અને પવન સાથે માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા પંથકમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ થતાં બાજરી, જુવાર અને ઘાસચારાને નુકસાન જવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.