ભાજપ સદસ્યતા અભિયાનમાં ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ઉણાં ઉતર્યા ?
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા પ્રથમ નંબરેઃ ટોપ ટેનમાં સુરતની 5 વિધાનસભા

ટોપ ટેનમાં સુરતની 5 વિધાનસભા

ટોપ ટેનમાં સુરતની 5 વિધાનસભા
ગાંધીનગર: ભાજપમાં સંગઠનની સંરચના અંતર્ગત સભ્ય નોંધણી શરૂ કરવામાં આવી છે. 45 દિવસમાં 1.08 કરોડ સભ્ય નોંધણી કરવામાં આવી હોવાનો ભાજપે દાવો કર્યો છે. સભ્ય નોંધણી ઝુંબેશમાં ટોપ ટેનમાં સુરતની પાંચ, સૌરાષ્ટ્રની એક, મધ્ય ગુજરાતની ત્રણ અને કચ્છની એક વિધાનસભાનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર ગુજરાતની એકપણ વિધાનસભાનો ટોપ ટેનમાં સમાવેશ નહી થતાં ઉત્તર ગુજરાતના ધારાસભ્યો ઉણાં ઉતર્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન શરૂ કર્યુ હતું. સંગઠનના હોદ્દાદારો, સાંસદો અને ધારાસભ્યોને સભ્ય નોંધણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સભ્ય નોંધણી અભિયાનમાં સુરતની પાંચ વિધાનસભાએ મેદાન માર્યુ છે.
પ્રદેશ ભાજપે સદસ્યતા અભિયાન અંતર્ગત ટોપ 10 વિધાનસભાના નામ જાહેર કર્યા છે. જેમાં સુરતની મજૂરા, લિંબાયત, ચોર્યાસી, ઉધના અને માંડવી વિધાનસભાનો સમાવેશ થાય છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ, મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી, લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ, ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલ અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી હળપતિનો સમાવેશ છે.
જો કે, રાજ્યમાં સૌથી વધુ સભ્ય નોંધણી કરવામાં પ્રથમ નંબરે રાજકોટની જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયેશ રાદડિયા રહ્યા છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની નવસારી લોકસભામાં આવતી 7 પૈકી 4 વિધાનસભામાં સૌથી વધુ સભ્ય નોંધણી કરવામાં આવી છે. જેના કારણે ટોપ 10માં નવસારી લોકસભાની 4 વિધાનસભાનો સમાવેશ થયો છે.
સભ્ય નોંધણી ઝુંબેશમાં ટોપ ટેન ધારાસભ્યો
1. જયેશભાઈ રાદડીયા – જેતપુર(રાજકોટ)
2. સંગીતાબેન પાટીલ – લીંબાયત(સુરત)
3. જેઠાભાઈ આહીર – શહેરા(પંચમહાલ)
4. સંદીપભાઈ દેસાઈ -ચોર્યાસી(સુરત)
5. પંકજભાઈ દેસાઈ – નડિયાદ(ખેડા)
6. મનુભાઈ પટેલ – ઉધના(સુરત)
7. હર્ષભાઈ સંઘવી – મજૂરા(સુરત)
8. કુંવરજીભાઈ હળપતિ - માંડવી (સુરત)
9. અરૂણસિંહ રાણા – વાગરા(ભરૂચ)
. . વિરેન્દ્રસિંહ જાડેજા – રાપર(કચ્છ)
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ