માર્ચમાં મે જેવો તાપ: ગુજરાતમાં પારો 39 ડિગ્રી પાર
હવામાન વિભાગની આગાહી: આગામી અઠવાડિયે હજુ 2 ડિગ્રી તાપમાન વધી શકે છે

ગુજરાતમાં પારો 39 ડિગ્રી પાર

ગુજરાતમાં પારો 39 ડિગ્રી પાર
ગુજરાતમાં આ વર્ષે ઉનાળાએ જાણે સમય પહેલા જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં જ તાપમાનનો પારો 39 ડિગ્રીની નજીક પહોંચી જતાં રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં હીટવેવના દિવસોની સંખ્યા વધવાની અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમીથી અકળામણ થવાની આગાહી કરી છે.
રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
હવામાન વિભાગના આંકડા મુજબ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું જોર સૌથી વધુ જોવા મળ્યું છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી વધુ છે.
જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને અમરેલી જેવા શહેરોમાં પણ પારો 38 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. અમદાવાદમાં આગામી દિવસોમાં તાપમાન 39 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
ગરમી અને બફારાનો ડબલ એટેક
દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ હવામાં 80% જેટલો ઉંચો ભેજ હોવાને કારણે શહેરીજનોએ ભારે બફારો અનુભવ્યો હતો.
પવનની ગતિ ઓછી રહેતા પરસેવાથી તરબતર થયેલા લોકોએ બપોરના સમયે એસી અને પંખાનો આશરો લેવો પડ્યો હતો.
'ડબલ સીઝન'થી સાવધાન
હાલમાં ગુજરાત 'બેવડી ઋતુ'નો સામનો કરી રહ્યું છે. વહેલી સવારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ રહેતા ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરે પારો 38 ડિગ્રીને વટાવી જાય છે.
તાપમાનમાં આવતા આ મોટા તફાવતને કારણે વાયરલ ઇન્ફેક્શન, શરદી-ઉધરસ અને ડિહાઇડ્રેશનના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય નિષ્ણાતોએ બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન સીધા તડકામાં જવાનું ટાળવા અને વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપી છે.
આગામી આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11 માર્ચ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે. જો પશ્ચિમી પવનો ફૂંકાશે તો તાપમાનમાં હજુ પણ 1 થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે વેરાવળ, દમણ અને દીવમાં પણ ભેજને કારણે ગરમી વધુ વર્તાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.