ભરૂચની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગથી હાહાકાર
આગના ધડાકાથી 5 ગામોમાં ભૂકંપ જેવો આંચકો અનુભવાયો, 15થી વધુ ફાયર ટીમ ઘટનાસ્થળે
કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ
કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ
ભરૂચ જિલ્લાના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ ફેક્ટરીમાં શનિવારે સવારે વહેલી પરોઢે ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના ગામોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.
આગના ધડાકા અને ભૂકંપ જેવો આંચકો
આગની શરૂઆત બાદ એક મોટો ધડાકો થયો હતો, જેનો અવાજ એટલો પ્રચંડ હતો કે પાનોલી GIDCની આસપાસના 5 ગામોના રહેવાસીઓને જાણે ભૂકંપ આવ્યો હોય તેવો આંચકો અનુભવાયો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકો ગભરાઈને પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા.
આગની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી DPMCની 10થી વધુ ફાયર ફાઈટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે 15થી વધુ ફાયર એન્જિનોએ પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ફાયર વિભાગના અધિકારીઓ, પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.
#Bharuch
— Benefit News 24 (@BenefitNews24) September 14, 2025
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ, સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આગ લાગતાં દોડધામ
વહેલી સવારે લાગેલી આગને કાબૂમાં ફાયર ફાઈટરો ઘટના સ્થળે
આગ બાદ થયેલા ધડાકાથી આસપાસના 5 ગામોમાં ભૂકંપ જેવો ઝાટકો લાગ્યો
અંકલેશ્વર અને પાનોલી DPMCના 10થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે… pic.twitter.com/92aGekYOUA
કોઈ જાનહાનિ નહીં, તપાસ ચાલુ
સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ નથી. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ, કાચો માલ સૂકવવા માટે બોઈલરમાં નાખતી વખતે આ દુર્ઘટના બની હોઈ શકે છે. આગ ઓલવવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટેના પ્રયાસો હાલ ચાલુ છે. વહીવટીતંત્રએ આસપાસના વિસ્તારોના લોકોને સલામતી માટે દૂર રહેવાની સૂચના આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.