અજય દેવગન જેની એડ કરે છે તે રાજકોટની કંપનીમાં ભીષણ આગ, 50 ફાયર ફાયટરો સ્થળ પર
આગના પગલે રાજકોટ ફાયર બ્રિગેડમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો

આગના પગલે રાજકોટ ફાયર બ્રિગેડમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો

આગના પગલે રાજકોટ ફાયર બ્રિગેડમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો
અભિનેતા અજય દેવગન તથા તારક મહેતાના ઘણ કલાકારો જેની એડ્વર્ટાઇઝ કરે છે તે રાજકોટની વેફર અને નમકીન બનાવતી કંપની BKZ ફૂડ લિમિટેડમાં આજે સવારથી જ ભીષણ આગ લાગી છે અને આગના પગલે રાજકોટ ફાયર બ્રિગેડમાં મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. જો કે કંપનીમાં કામ કરતા અઢીસોથી વધુ કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢી લેવાયા છે પણ કંપનીમાં જલદી સળગી ઉઠે તેવા નમકીન અને વેફરનો જથ્થો હોવાથી આગ પળવારમાં ફેલાઇ ગઇ હતી.
સવારે 9 વાગે આ આગ લાગી હતી પણ આ લખાય છે ત્યારે ચાર કલાક પછી પણ આગ બુઝાવી શકાઇ નથી. આગને બુઝાવવા માટે 50થી વધુ ફાયર ફાયટરોને કામે લગાડવામાં આવ્યા છે. આગમાં લાખો રુપિયાનું નુકશાન થયું હોવાનું જાણવા મળે છે.
રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં આવેલી BKZ ફૂડ લિમિટેડ નામની વેફ અને નમકીન બનાવતી કંપનીમાં સવારે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ધીમે ધીમે આગે વિકરાળ સ્વરુપ લઇ લીધો છે. વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું તમામ મટિરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે.
આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. હાલ 50 જેટલા ફાયરના જવાનોની ટીમો આગ પર કાબુ મેળવવા કામ કરી રહી છે. આગ ઓઇલ ટેન્કમાં ફેલાઈ હતી, જેના ઉપર મિકેનિકલ ફોર્મનો મારો ચલાવીને કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નુક્સાનીનો હજુ કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. પરંતુ આગ લાગી ત્યારે અંદર કોઈ નહીં હોવાની ખાતરી અગાઉ જ કરી લેવામાં આવી છે. જેથી જાનહાનિ થવાની કોઈ શક્યતા નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.