રાજકોટમાં નકલી પોલીસ બની લૂંટ ચલાવતો શખસ ઝડપાયો
પરપ્રાંતીયોને નિશાન બનાવી પોલીસના નામે 30 હજાર પડાવ્યા, એ-ડિવિઝન પોલીસે આરોપીને દબોચી લીધો

રાજકોટ નકલી પોલીસ ધરપકડ

રાજકોટ નકલી પોલીસ ધરપકડ
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પોલીસ બનીને નિર્દોષ લોકોને છેતરતી ગેંગ સક્રિય થઈ છે. આવી જ એક ઘટનામાં રાજકોટ એ-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં એક નકલી પોલીસની ધરપકડ કરી છે. જામનગર રોડ પર રહેતા એક શ્રમિકને પોલીસની ખોટી ઓળખ આપીને ધમકાવી, તેની પાસેથી 30 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે સંદીપ રામાવત નામના શખસની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથીદાર અલ્તાફ મેમણ હજુ ફરાર છે.
શું હતી સમગ્ર ઘટના ?
ફરિયાદી જનાર્ધનભાઈ સહાની, જેઓ છૂટક કલરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ ગત 25 ફેબ્રુઆરીએ પોતાના કામના સ્થળેથી ઘરે જઈ રહ્યા હતા. બપોરે એસ્ટ્રોન ચોક પાસે ફાકી ખાવા ઉભા રહ્યા ત્યારે એક એક્ટિવા પર બે શખસો આવ્યા હતા. તેમણે પોતાને પોલીસ ગણાવી જનાર્ધનભાઈને ધમકાવવાનું શરૂ કર્યું અને પોલીસ સ્ટેશન ચાલવાનું કહ્યું.
આરોપીઓએ જનાર્ધનભાઈનો મોબાઈલ અને બાઈકની ચાવી છીનવી લીધી હતી. ત્યારબાદ તેમને બાઈક પર પાછળ બેસાડીને અલગ-અલગ વિસ્તારોમાં ફેરવ્યા હતા. આરોપીઓએ શરૂઆતમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું, પરંતુ ફરિયાદીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ફાવતું ન હોવાથી તેમને મિત્ર પાસેથી પૈસા મંગાવવા મજબૂર કર્યા હતા.
મિત્ર પાસેથી ઉછીના લીધેલા પૈસા લૂંટી લીધા :
આરોપીઓએ જનાર્ધનભાઈને ધમકાવીને તેમના મિત્ર અંબારામભાઈ પાસે 30 હજાર રૂપિયાની વ્યવસ્થા કરાવી હતી. રાજનગર ચોક પાસે મિત્ર પાસેથી રોકડા 30 હજાર રૂપિયા અપાવ્યા બાદ આરોપીઓ બાઈકની ચાવી પરત આપીને ફરાર થઈ ગયા હતા. જનાર્ધનભાઈએ આ અંગે પોતાના મિત્રો સાથે ચર્ચા કર્યા બાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની કાર્યવાહી અને આરોપીનો ગુનાહિત ઈતિહાસ :
એ-ડિવિઝન પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપી સંદીપ રામાવતને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી:
રોકડ રકમ: 30,000 રૂપિયા
એક્ટિવા: જે ગુનામાં વપરાયું હતું
કુલ મુદ્દામાલ: 80,000 રૂપિયા કબજે કર્યા છે.
તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી સંદીપ રામાવત રીઢો ગુનેગાર છે. ગત વર્ષે પણ તે આ જ રીતે નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતા ઝડપાયો હતો. હાલ પોલીસ તેના ફરાર સાથીદાર અલ્તાફ મેમણને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પરપ્રાંતીયોને ટાર્ગેટ કરવાની મોડસ ઓપરેન્ડી :
આ ગેંગની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતિર હતી. તેઓ મોટાભાગે રાજકોટમાં મજૂરીકામ અર્થે આવેલા પરપ્રાંતીય લોકોને ટાર્ગેટ બનાવતા હતા. પરપ્રાંતીય લોકો પોલીસ અને કાયદાના નામથી જલ્દી ડરી જાય છે, જેનો લાભ ઉઠાવીને આ શખસો તેમને પોલીસ સ્ટેશને લઈ જવાની કે ખોટા કેસ કરવાની ધમકી આપીને તોડ કરતા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.