ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: 37 IPS અધિકારીની બદલી
નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ IG તરીકે બદલી, શમશેરસિંઘને નિવૃત્તિના 25 દિવસ પહેલા પોસ્ટિંગ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ગુજરાત પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર ફેરફાર કરવામાં આવ્યા છે. 37 IPS અધિકારીઓની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જ IG અને ગગનદીપ ગંભીરને SMCનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત ઘણાં સમયથી વેઈટિંગ પોસ્ટ રહેલાં સિનિયર IPS શમશેરસિંઘને નિવૃત્તિના 25 દિવસ પહેલાં સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદમાં નવા ઝોન તરીકે ઝોન-8 ની રચના કરી DCP તરીકે મયૂર પાટીલની નિમણૂક કરવામાં આવી છે.
શમશેરસિંઘને આખરે પોસ્ટિંગ મળ્યું
1991 બેચના સિનિયર આઈપીએસ શમશેરસિંઘ એસીબીમાંથી ડેપ્યુટેશન પર જઈને ગુજરાત પરત આવતાં ચર્ચાનો વિષય બન્યો હતો. શમશેરસિંઘ જ્યારે ડેપ્યુટેશન પર જવાના હતા. તે સમયે વિકાસ સહાય બાદ રાજ્યના મોસ્ટ સિનિયર IPS હતા. તેમના જવાથી રાજ્યના નવા DGP કોણ બનશે તે ચર્ચાઓ ચાલી હતી. શમશેરસિંઘ પરત આવ્યાં ત્યારે તેમને 7 જાન્યુઆરીથી વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા હતા.
અમદાવાદ રેન્જ આઈજી તરીકે રાઘવેન્દ્ર વત્સ
CBIમાં પાંચ વર્ષના લાંબી ડેપ્યુટેશન પર રહી ગુજરાત કેડરમાં પરત ફરેલા IPS અધિકારી રાઘવેન્દ્ર વત્સની અમદાવાદ રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. રાઘવેન્દ્ર વત્સ હાલમાં સુરત ખાતે જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેમને અમદાવાદ રેન્જની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ શહેર ટ્રાફિકના જેસીપી એ.જી. ચૌહાણ
એ.જી. ચૌહાણને અમદાવાદ શહેર ટ્રાફિકના જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અને એન.એન.ચૌધરીને ઇન્ટેલિજન્સ-2 ગાંધીનગરમાં IG તરીકે મુકવામાં આવ્યા છે.
કરણરાજ વાઘેલાને મોટી બઢતી
સુરત શહેરના ઇકોનોમિક સેલમાં DCP તરીકે કાર્યરત કરણરાજ વાઘેલાને સુરતમાં મોટી બઢતી સાથે નિમણૂક મળી છે. વલસાડથી સુરત ઇકોનોમિક સેલમાં બદલી પામેલા કરણરાજ વાઘેલાનું તાજેતરમાં પ્રમોશન આવ્યું હતું. જે બાદ હવે તેમની નિમણૂક સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) તરીકે કરવામાં આવી છે.
ગાંધીનગર ઇન્ટેલિજન્સ વિભાગમાં DIG તરીકે હિતેશ જોયસર
સુરત જિલ્લા ગ્રામ્ય SP તરીકે ફરજ બજાવી ચૂકેલા હિતેશ જોયસરને થોડા મહિના અગાઉ ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકેનું પ્રમોશન મળ્યું હતું. તેમને ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ વિભાગમાં DIG તરીકે મહત્વનું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
બનાસકાંઠા રેન્જ IG તરીકે પરિક્ષિતા રાઠોડ
સરહદ રેન્જમાં આવતાં બનાસકાંઠા જિલ્લાની નવી રેન્જ ઊભી કરવામાં આવી છે. જેમાં પ્રથમ IG તરીકે પરિક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે.
જૂનાગઢ રેન્જ IGP નિલેશ જાજડીયાની વડોદરા બદલી
વડોદરા એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટિલની ગુજરાત પોલીસ એકેડેમીના પ્રિન્સિપાલ તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડીયાની બદલી વડોદરા શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (સેક્ટર-2, ક્રાઈમ અને કાયદો-વ્યવસ્થા) તરીકે બદલી કરવામાં આવી છે.
અશોક કુમારની ગાંધીનગર આઈબીમાં બદલી
ગુજરાત કેડરના 2003 બેચના IPS અધિકારી અશોકકુમારની રાજકોટ રેન્જ આઈજી (IG) પદેથી CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર ખાતે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બદલી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ તેમને આઈજી રેન્ક અથવા સમકક્ષ હોદ્દા માટે એમ્પેનલ્ડ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર IGP તરીકે ગગનદીપ ગંભીર
2004 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી ગગનદીપ ગંભીરે વડોદરા DCP, આણંદ, વડોદરા રુરલ, અમદાવાદ રુરલ અને રાજકોટમાં SP તરીકે સેવાઓ આપી છે. CBIમાં ડેપ્યુટેશન પર રહ્યા બાદ 2024માં કેન્દ્રમાંથી પરત ફરેલાં ગગનદીપ ગંભીરને ગાંધીનગર IGP તરીકેની મહત્વની જવાબદારી સોંપી છે.
37 IPS અધિકારીઓની બદલીની વિગત
01 શમશેરસિંઘની DGP સિવિલ ડિફેન્સ તરીકે નિમણૂક
02 રાજકોટ IG અશોક કુમારને IBમાં મૂકાયા
03 ગગનદીપ ગંભીરને SMCના IGPનો વધારો ચાર્જ સોંપાયો
04 ગૌતમ પરમાર IG CID ક્રાઇમ
05 રાઘવેન્દ્ર વત્સ IG અમદાવાદ રેન્જ
06 નિલેશ જાજડિયા વડોદરા શહેર JCP
07 બિપિન આહિરે IG સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ
08 પી.એલ.મલ ACBમાં એડિશનલ ડાયરેક્ટર
09 એન.એન.ચૌધરી સ્ટેટ IBમાં બદલી
10 એ.જી.ચૌહાણની JCP ટ્રાફિક અમદાવાદમાં બદલી
11 આર.વી.અસારી ભાવનગર રેન્જ IG
12 કે.એન.ડામોરની CID ક્રાઇમમાં બદલી
13 મકરંદ ચૌહાણ કાયદો અને વ્યવસ્થા ગાંધીનગર DIGP
14 પરીક્ષિતા રાઠોડની બનાસકાંઠા રેન્જ IG તરીકે બદલી
15 વિધિ ચૌધરી DIGP ગોધરા રેન્જ
16 વિશાલ વાઘેલા DIGP સ્ટેટ મોનીટરીંગ સેલમાં બદલી, પોલીસ ભરતી બોર્ડનો વધારાનો ચાર્જ
17 લીના પાટીલ પ્રિન્સિપાલ, કરાઈ તાલીમ શાળા
18 નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જ IG
19 દિપક મેઘાણી ACB જોઇન્ટ ડાયરેક્ટર
20 મહેન્દ્ર બગરિયા JCP સુરત
21 હિતેશ જોઈશર ગાંધીનગર IB DIG
22 ડૉ.તરુણ દુગ્ગલ એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિન
23 ચૈતન્ય માંડલિક રાજકોટ શહેર એડિશનલ કમિશનર, ક્રાઈમ ટ્રાફિક
24 સરોજ કુમારી DIG જેલ વડોદરા
25 રાજેન્દ્ર ચુડાસમા DIGP જૂનાગઢ, પોલીસ ટ્રેનિંગના પ્રિન્સિપાલનો વધારાનો ચાર્જ
26 આર.પી.બારોટ DIGP જેલ અમદાવાદ
27 ડૉ.જી.એ.પંડ્યા DIGP જેલ રાજકોટ
28 આર.ટી.સુસરા સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ
29 સુધા પાંડે DIGP હથિયારી એકમ વડોદરા
30 સુજાતા મજમુદાર DIGP હથિયારી એકમ ગાંધીનગર
31 ડૉ.સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેર
32 બલરામ મીણા સ્પેશિયલ કમિશનર સુરત
33 ડૉ.કરણરાજ વાઘેલા JCP ક્રાઈમ સુરત
34 એસ.વી.પરમાર જેસીપી ટ્રાફિક સુરત
35 એ.એમ.મુનિયા DIGP કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદ, કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગરનો વધારાનો ચાર્જ
36 મયુર પાટીલ DCP ઝોન 8 અમદાવાદ
37 વાબાંગ ઝમીરને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.