સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદી હત્યા કેસમાં 10 આરોપીને આજીવન કેદની સજા
19 વર્ષ પહેલાં થયેલી હત્યા કેસનો અમદાવાદ સેશન્સ કોર્ટ ચુકાદો આપ્યો

અમદાવાદમાં એલિસબ્રિજ જિમખાના નજીક બેઝ બોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા

અમદાવાદમાં એલિસબ્રિજ જિમખાના નજીક બેઝ બોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યા હતા
બેનિફિટ ન્યૂઝ ડેસ્ક (સુરેશ વણોલ)
અમદાવાદના જિમખાના નજીક 19 વર્ષ પહેલાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની થયેલી હત્યા મામલે 10 આરોપીઓને અમદાવાદની સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 15 જૂન 2006ના રોજ જિમખાના પાસે બેઝ બોલના ફટકા મારીને પંકજ ત્રિવેદીની હત્યા કરવામાં આવી હતી.
સ્વાધ્યાય પરિવારના કૌભાંડ અને જયશ્રી તલવરકર(જયશ્રી દીદી)ની રીતરસમો સામે જંગે NRI પંકજ ત્રિવેદી જંગે ચઢ્યા હતા. પંકજ ત્રિવેદીએ જયશ્રી દીદી સામે આર્થિક ગોટાળાના અનેક આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા જિમખાના નજીક પંકજ ત્રિવેદીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપીને 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 19 વર્ષ પહેલાં 15 જૂન 2006ના રોજ ત્રિવેદીની હત્યા કરવામાં આવી હતી.
આ કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીને દોષિત ઠેરવ્યા બાદ સજા ફટકારી છે. ચંદ્રસિંહ જાડેજા, હિતેશસિંહ ચુડાસમા, દક્ષેશ શાહ, ભૂપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચુડાસમા, ભરતભાઈ તટે, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી અને જશુભાઈ જાડેજાને આજીવન કેદની સજા ફટકારી છે.
શું હતો સમગ્ર મામલો?
પંકજ ત્રિવેદી અને આ કેસના આરોપીઓ તેમજ સાહેદો સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા હતા. પંકજ ત્રિવેદી અમદાવાદના સેટેલાઇટની સત્યાગ્રહ છાવણી ખાતે રહેતા હતા. ગુજરાતમાં આવેલા ભૂકંપમાં પીડિતોને મદદ કરવા પંકજ ત્રિવેદીએ વિદેશમાંથી મોટાપાયે ભંડોળ એકત્ર કર્યું હતું. ભંડોળના હિસાબ અંગે પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારને પૂછવાનું શરૂ કર્યું હતું. કેટલાક NRI એ દાન આપ્યું હોવા છતાં રસીદ નહી આપવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી.
પંકજ ત્રિવેદીથી નારાજ સ્વાધ્યાય પરિવારના કેટલાક અનુયાયીઓએ તેમની સામે ફરિયાદો દાખલ કરી હતી. હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટે આ ફરિયાદો રદ કરી નાખી હતી. પંકજ ત્રિવેદી પોતે 30 વર્ષથી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા. પોતાની ઉપર હુમલો થવાનો ભય તે સમયના મુખ્યમંત્રી અને પોલીસને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમનું અપમૃત્યુ થાય તો 30 વ્યક્તિઓને જવાબદાર ગણવા જણાવ્યુ હતુ.
આરોપીઓએ ભેગા મળીને કાવતરું રચી 15 જૂન, 2006 ના રોજ અમદાવાદના પકવાન રેસ્ટોરન્ટ પાસે ભેગા થયા હતા. બેઝબોલના દંડા અને પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે તેઓ ગુજરાત કોલેજ પહોંચ્યા હતા. જ્યાં જિમખાનામાંથી પંકજ ત્રિવેદીની બહાર નીકળવાની રાહ જોવા લાગ્યા હતા. પંકજ ત્રિવેદી બહાર નીકળતાં આરોપીઓએ હથિયારો વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
આ કેસમાં જિમખાનાના વોચમેન અને સરકાર ફરિયાદી બન્યા હતા. ઘટના બાદ ઘટના સ્થળ પરથી એક પોલીસ કર્મચારી પસાર થયો હતો. જેને 13 થી 15 વર્ષના છોકરાએ જણાવ્યું હતું કે જિમખાના પાસે ઊભેલી બે કારની વચ્ચે એક વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં પડ્યો છે. જેને પહેલી નજરે જોતા પોલીસ કર્મચારીને તે મૃત્યુ પામ્યો હોય તેવું લાગ્યું હતું. આરોપીઓએ પંકજ ત્રિવેદીને 20 જેટલી ઘાતક ઇજાઓ પહોંચાડી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.