નકલી ED રેડ કેસમાં નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાની થઇ શકે પૂછપરછ
પૂર્વ કચ્છ SPએ મોટો ખુલાસો કર્યો

નકલી ED રેડ કેસમાં નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાની થઇ શકે પૂછપરછ

નકલી ED રેડ કેસમાં નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાની થઇ શકે પૂછપરછ
નકલી ED રેડ કેસનો મામલો હવે ગરમાયો છે. આ મામલે ગુજરાતનું રાજકારણ ગરમ થયું છે અને ત્યારે જ નકલી ED રેડ કેસમાં પૂર્વ કચ્છ SPએ મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાની પણ સમગ્ર મામલે પૂછપરછ થઈ શકે છે .
કચ્છ જિલ્લામાં તાજેતરમાં નકલી ED રેડ કેસનો મામલો બહાર આવ્યો હતો જેમાં એક આરોપી આમ આદમી પાર્ટીનો નેતા હોવાનો તથા તેની આપના નેતાઓ સાથેની તસવીર હોવાનો સનસનીખેજ ખુલાસો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કર્યો હતો અને ત્યાર બાદ આપના નેતાઓએ પણ ગૃહ મંત્રી પર પલટવાર કર્યો હતો.
હવે આ મામલે પૂર્વ કચ્છ SPએ મોટો ખુલાસો કરતાં ખળભળાટ મચી ગયો છે. કચ્છ SPએ તેમણે કહ્યું કે નકલી ED રેડ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાની પણ પૂછપરછ થઈ શકે છે. પૂર્વ કચ્છ પોલીસને તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે જેમાં બહાર આવ્યું છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર અબ્દુલ સત્તાર મંજોઠી એ અનેક લોકો ઠગ્યા છે.
પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે ઠગ બાજ AAP નેતા અબ્દુલ સત્તાર મંજોઠી એ ઠગીના તમામ રૂપિયા પાર્ટીમાં વાપરતો હતો. સમગ્ર મામલે CCTV બહાર આવ્યા છે. AAP નેતા અબ્દુલ સત્તાર મંજોઠી અને ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયા ની ભુજ સર્કિટ હાઉસ ખાતે 2 મહિના અગાઉ બેઠક પણ યોજાઇ હતી. અબ્દુલ સત્તાર મંજોઠી સામે જામનગર અને ભુજમાં પણ 302,307 કલમ જેવા ગુના દાખલ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ