પત્નીના કારણે કચ્છ કલેક્ટરની 530 કિમી દુર બદલી ?
જોગાનું જોગ આ સમયે આનંદ પટેલ અંબાજીના કમિશનર હતા અને રાજકોટના અગ્નિકાંટ સમયે પણ આનંદ પટેલ રાજકોટના તત્કાલીન કમિશનર હતા

કલેક્ટરની 530 કિમી દુર બદલી

કલેક્ટરની 530 કિમી દુર બદલી
રાજ્ય સરકારે મંગળવારે જાહેર કરેલા બદલીના હુકમમાં નાણા વિભાગના અધિક સચિવ આનંદ પટેલની બદલી કચ્છ કલેક્ટર તરીકે કરવામાં આવી છે. જ્યારે કચ્છ કલેકટર અમિત અરોરાની સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી કરવામાં આવી છે. અમિત અરોરાની બદલીને લઈ બ્યુરોક્રસીમાં ખાસ્સી ચર્ચા થઈ રહી છે. જ્યારે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ બાદ સાઈડ લાઈન કરાયેલા આનંદ પટેલને સારી જગ્યા ફાળવી કચ્છ કલેક્ટર બનાવાયા છે.
જો આ બંને IAS અધિકારીઓ આનંદ પટેલ અને અમિત અરોરા અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. જ્યારે બદલી કરાયેલા બંને IAS અધિકારીઓ આનંદ પટેલ અને અમિત અરોરા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ થયો તે અગાઉ અમિત અરોરા મ્યુનિસિપલ કમિશનર હતા. અગ્નિકાંડ બાદ અમિત અરોરાની પરિવાર સાથે ટીઆરપી ગેમઝોનની મુલાકાતના ફોટોગ્રાફ વાયરલ થયા હતા. જેના કારણે રાજ્ય સરકારની નજરે ચઢ્યા હતા.
આનંદ પટેલ બનાસકાંઠા કલેક્ટર હતા તે સમયે અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટમાં મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ લાવવા અંગે વિવાદ થયો હતો. જેના કારણે માઈ ભક્તોમાં રોષ ફાટી નીકળતાં વિવાદ વકર્યો હતો. બનાસકાંઠા કલેક્ટર બાદ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન અગ્નિકાંડ સમયે આનંદ પટેલ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર હતા.
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના કેસ મામલે બંને અધિકારીઓએ હાઈકોર્ટમાં માફી માગવાની ફરજ પડી હતી. ત્યારબાદ આનંદ પટેલને નાણા વિભાગમાં બજેટ બાબતોના અધિક સચિવ તરીકે નિયુક્તિ કરાઈ હતી. અમિત અરોરા અને આનંદ પટેલ બંને ગુજરાત સરકારની ગુડ બુકમાં આવે છે. પરંતુ રાજકોટના અગ્નિકાંડ બાદ થોડો સમય લોકોનું ધ્યાન હટાવવા માટે તેમને સાઈડલાઈન કરવામાં આવ્યા હતા.
અમિત અરોરાની કચ્છ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી ત્યારે બ્યુરોક્રેટ બિરાદરીમાં પોતાની વગ વાપરી ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એકાઉન્ટ એન્ડ ફાયનાન્સ સર્વિસ ગ્રૃપ કેડરના અધિરકારી માટે ગુજરાતમાં ખાસ જગ્યાઓ નહી હોવા છતા કેન્દ્ર સરકારમાંથી IP&TAFS કેડરમાં જગ્યા બનાવી હતી. આ જગ્યા પર પોતાના ધર્મપત્ની પ્રીતિ શર્માને ખાસ કિસ્સામાં ગુજરાતમાં ડેપ્યુટેશન ઉપર લાવવામાં આવ્યાની ચર્ચા થઈ રહી છે. બે વર્ષ પહેલા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રહેલાં અમિત ઓરોરાએ ને પોતાની વગથી પત્ની પ્રીતિ શર્મા માટે PGVCL ની હેડ ઓફિસમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરની જગ્યા ઉભી કરી નિમણૂંક આપવામાં આવી હોવાની ખાસ્સી ચર્ચા થઈ હતી. ત્યારબાદ કચ્છ કલેક્ટર તરીકે બદલી થતાં અમિત અરોરાએ પતિ-પત્નીના કિસ્સાને આગળ ધરી રાજકોટમાં અસ્તિત્વ ધરાવતી PGVCLની જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટરની જગ્યા કચ્છના મુખ્ય મથક ભૂજ ખાતે ખસેડાવી હતી.
IAS ન હોવા છતાં સ્ટેટમાં ડેપ્યુટેશન અને PGVCL માં દાયકાઓથી ખાલી પડેલી જોઈન્ટ મેનેજિંગ ડિરેકરની જગ્યાને રાજકોટથી ભૂજમાં લઈ જવામાં આવી ત્યારથી IAS અને IP&TAFS એમ બે અલગ અલગ કેડરનું દંપત્તિ બ્યુરોક્રસીમાં ચર્ચાનો વિષય બન્યુ છે. રાજ્ય સરકારે અમિત અરોરાની સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બદલી કરી છે. ત્યારે તેમના પત્નીને દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની(DGVCL) માં પણ રાજકોટ અને ભૂજની જેમ ખાસ પોસ્ટીંગ અપાશે કે કેમ તેવો મામલો અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.