દેશભરમાંથી કુર્મિ પટેલ સમાજના આગેવાનો કાર્યક્રમમાં જોડાયા
સમગ્ર જીવનસંઘર્ષની સફરને ઉજાગર કરતું પુસ્તક "ધરતીપુત્ર કેશુભાઈ"

આંતરરાષ્ટ્રીય કુર્મી સેના"

આંતરરાષ્ટ્રીય કુર્મી સેના"
કૂર્મી પટેલોની સામાજિક એકતા અને વૈચારિક ક્રાંતિના ઉદેશ્યથી નવગઠિત સામાજિક સંગઠન "આંતરરાષ્ટ્રીય કુર્મી સેના" દ્વારા ગુજરાત રાજ્યમાં તેનો સૌપ્રથમ કાર્યક્રમ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પદ્મભૂષણ સ્વ. કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભાના સ્વરૂપમાં બાપાસીતારામ ચોક, મવડી- રાજકોટ ખાતે આગામી 27 ઓક્ટોબર રવિવારના રોજ રાત્રે 8:00 કલાકે યોજાયો હતો
આ કાર્યક્રમ અંગે વિગતો આપતા "આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના" સંસ્થાપક સદસ્યો જિજ્ઞેશ કાલાવડિયા, ચિરાગ પટેલ(અમદાવાદ) અને ચિરાગ કાકડીયાએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પદ્મભૂષણ કેશુભાઈ પટેલની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી રાજકીય - સામાજિક મહાનુભાવો તથા 10થી વધુ રાજ્યોમાંથી કુર્મિ પટેલ સમાજના સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
આયોજકો દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી સતત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી હતી
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુ ભાઈ પટેલ ની યાદીમાં સ્વર્ણાંજલી કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વ. કેશુભાઈ પટેલના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તેમજ સાથે જ કુર્મી સેના દ્વારા રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સ્વ. કેશુભાઈ પટેલ નામ આપવામાં આવે તેવી માંગ માટે ઠરાવ કરવામાં આવ્યો
સ્વ. કેશુભાઈ પટેલની આ સ્મરણાંજલિ સભામાં તેમના સમગ્ર જીવનસંઘર્ષની સફરને ઉજાગર કરતું પુસ્તક "ધરતીપુત્ર કેશુભાઈ"નું વિમોચન કરવામાં આવ્યું
સ્વ. કેશુભાઈ પટેલના જીવન પર આધારિત એક શોર્ટ ફિલ્મનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ શોર્ટ ફિલ્મ ઋષભભાઈ ભાવસારના ડાયરેક્શનમાં બનાવવામાં આવી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ