વિધાનસભા ગૃહમાં આજે ફરી એકવાર અમદાવાદ કિડની ઇન્સ્ટિટ્યૂટનો મામલો ચર્ચાનો વિષય બન્યો. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ સંસ્થામાં ચાલતી અનિયમિતતાઓ અને સારવાર પદ્ધતિ અંગે ગંભીર આક્ષેપો કર્યા.
કોંગ્રેસના આક્ષેપ...
કિડની ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે લોક કરતાં લાગવગને પ્રાથમિકતા આપવામાં આવે છે. સારવાર લેનારા દર્દીઓ પૈકી 38% દર્દીઓના મૃત્યુ થયાના આંકડા સામે આવ્યા છે. આરોગ્ય ક્ષેત્રે આર્થિક અનિયમિતતાઓ પણ નોંધાઈ છે. ઓડિટ રિપોર્ટમાં પણ ગેરવિશ્વાસજનક વિગતો સામે આવી છે.
સરકારનો પ્રતિસાદ...
આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં નિવેદન આપતા જણાવ્યું કે, કિડની ઇન્સ્ટિટ્યૂટમાં ક્યાંય પણ લાગવગના આધારે સારવાર આપવામાં આવતી નથી. દર્દીઓની તબીબી જરૂરિયાત મુજબ તેમને સારવારની પ્રાથમિકતા અપાય છે. આર્થિક અનિયમિતતાઓ અંગે હોસ્પિટલ તરફથી સ્પષ્ટતા મળ્યા બાદ વધુ સ્પષ્ટતા કરાશે. સરકાર દ્વારા આ મામલે તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવશે.
આ મામલે વિપક્ષ દ્વારા વધુ સ્પષ્ટતા અને દોષિતો પર કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી છે.