“ હર્ષભાઇ, તમે જાહેરાત કરી હતી કે કોઇ ફરિયાદ ના લે તો મારો સંપર્ક કરજો એટલે....”
જામનગર પોલીસ પર કાજલ હિંદુસ્તાનીએ આરોપ લગાવતા ખળભળાટ

જામનગર પોલીસ પર કાજલ હિંદુસ્તાનીએ આરોપ લગાવતા ખળભળાટ

જામનગર પોલીસ પર કાજલ હિંદુસ્તાનીએ આરોપ લગાવતા ખળભળાટ
જાણીતા સામાજીક કાર્યકર કાજલ હિંદુસ્તાનીએ જામનગર પોલીસ તેમની ફરિયાદ ના લેતી હોવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. કાજલ હિંદુસ્તાનીએ આરોપ લગાવતાં કહ્યું કે જામનગર પોલીસ તેમની ફરિયાદ નોંધતી નથી અને 5 મહિનાથી તેમને ધક્કા ખવડાવી રહી છે. તેમણે દાવો કરતાં કહ્યું કે તેમને અસામાજીક તત્વો ફોન કરીને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે પણ પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી.
કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું હતું કે છેલ્લા 5 મહિનાથી હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છું, પરંતુ મારી ફરિયાદ નોંધવામાં આવતી નથી. અસામાજિક તત્વો મને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે, પરંતુ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી.
કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા દ્વારા ગૃહ રાજ્ય મંત્રીને પણ રજૂઆત કરી છે અને તેમને ન્યાય આપવાની માંગ કરી છે. તેમણે ગૃહ મંત્રીને ટ્વિટ કરીને કહ્યું છે કે આદરણિય હર્ષભાઇ, આજે તમને એનાઉન્સ કર્યું છે કે જો ગુજરાતનો કોઇ પોલીસ અધિકારી કંપ્લેન ના લે તો તમારો સંપર્ક કરે..તેમણે આગળ લખ્યું છે કે પાછલા 5 મહિનાથી જામનગર પોલીસ ફરિયાદ લેતી નથી અને આ મામલે તેમણે જામનગર એસપીને પણ મળ્યા હતા અને તમામ જાણકારી આપી લેખિતમાં ફરિયાદ પણ આપી હતી. તેમણે આરોપ લગાવતાં ટ્વિટમાં લખ્યું છે કે ગુજરાત કોંગ્રેસના કેટલાક ગુંડાઓ દ્વારા તેમને મારવા માટે ખુલ્લેઆમ ધમકી આપી છે. આ કોંગ્રેસના નેતાની ગુંડાગીર્દી તો આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે અને ભારે મનથી કહેવું પડે છે કે આ કોંગ્રેસી ગુંડાને કેટલાક સ્થાનિક ભાજપના નેતાઓનું પણ સમર્થન છે જેના કારણે તેમની ગુંડાગીરી વધી રહી છે. કેટલાક દિવસ પહેલા તેમણે આરટીઆઇ કરીને માહિતી લીધી તો ખબર પડી કે જામનગર પોલીસે હજી સુધી કોઇ કાર્યવાહી કરી નથી. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે મારી હત્યા થઇ જશે તો જવાબદાર કોણ હશે ?
કાજલ હિન્દુસ્તાનીના આક્ષેપોથી જામનગર પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. લોકો પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને કાજલ હિન્દુસ્તાનીને ન્યાય આપવાની માંગ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.