જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત સુસાઈડ નોટ લખી ગુમ!
મહામંડલેશ્વર મહાદેવભારતી ત્રણ પાનાની સુસાઈડ નોટ લખી ગુમ થયા, ભવનાથ પોલીસની શોધખોળ

જૂનાગઢનો ભારતી આશ્રમ અને ગુમ થયેલા મહંતની તસવીર

જૂનાગઢનો ભારતી આશ્રમ અને ગુમ થયેલા મહંતની તસવીર
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમમાં આજે (2 નવેમ્બર) વહેલી સવારે ચકચાર મચી ગઈ છે. આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી ત્રણથી વધુ પાનાની સુસાઈડ નોટ લખી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ તરત જ ભવનાથ પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
ભવનાથ પોલીસ અને જુનાગઢ પોલીસની અનેક ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં શોધ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, મહાદેવભારતી બાપુએ લખેલી સુસાઈડ નોટમાં કેટલાક અંગત મનદુખના ઉલ્લેખ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા નોટનું વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે, જોકે તેમાં ઉલ્લેખિત નામો હજી જાહેર કરાયા નથી.
આ અચાનક બનેલી ઘટનાથી આશ્રમના સેવકો અને અનુયાયીઓમાં ચિંતા અને ઉત્કંઠા વ્યાપી ગઈ છે. પોલીસ ટીમો CCTV ફૂટેજ અને મોબાઇલ લોકેશનના આધારે શોધખોળ આગળ ધપાવી રહી છે.
ભવનાથ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે, પ્રાથમિક રીતે આ વ્યક્તિગત તણાવથી સંબંધિત ઘટના લાગે છે, પરંતુ તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!