સુરતના ચકચારી જૈન મુનિ દુષ્કર્મ કેસ મામલામાં સુરત કોર્ટ દ્વારા આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્માને 10 વર્ષની સજા સંભળાવી છે તથા 25 હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટે ગઇ કાલે શાંતિ સાગરને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા.
વર્ષ 2017માં આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજજનલાલ શર્માએ વડોદરાની શ્રાવીકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે સુરત બોલાવ્યા હતા. જ્યાં એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેણી જોડે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં આરોપી શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી જ્યાં આજદિન સુધી ડે ટુ ડે કેસ ચાલવામાં આવ્યો હતો અને તમામ પુરાવાઓ તથા દલીલોને આધીન આરોપીને આજરોજ કોર્ટ દ્વારા સજા સંભળાવવામાં આવી છે. તે ઉપરાંત આરોપીને રૂપિયા 25000નો દંડ પણ ફટકાર્યો છે