સોશિયલ મીડિયા પર UPSC પેપર વેચાણની અફવા કે હકીકત?, શિક્ષકે કર્યો ખુલાસો
IAS-IPS બનવા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે ત્યારે પેપર વેચાણની રીલ થઈ વાયરલ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સંબંધિત વિભાગોને ટ્વિટ કરી તપાસની માગણી કરી

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સંબંધિત વિભાગોને ટ્વિટ કરી તપાસની માગણી કરી
આજે સમગ્ર દેશમાં લાખો ઉમેદવારો IAS-IPS બનવા UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની સિવિલ સર્વિસિસની પ્રિલિમિનરી પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે UPSCનું પેપર રૂપિયા 30 હજારમાં મળી જશે તેવી એક રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા શિક્ષકે નકલી ગ્રાહક બનીને સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સંબંધિત વિભાગોને ટ્વિટ કરીને તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે.
આજે દેશભરમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસિસની પ્રિલિમિનરી પરીક્ષા છે. જેમાં ગુજરાતમાંથી પણ 25 હજાર ઉમેદવારો નોંધાયા છે. બે તબક્કાની પરીક્ષામાં પહેલું પેપર જનરલ સ્ટડીઝ(GS)નું હતું. જ્યારે બીજુ પેપર સિવિલ સર્વિસ એપ્ટીટ્યુટ ટેસ્ટ(CSAT)નું લેવાયું હતું. UPSCની પરીક્ષા ચાલી રહી હતી તેવામાં રૂપિયા 30 હજારમાં પેપર વેચાણ થઈ રહ્યુ હોવાની એક રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
જેમાં UPSCનું GS અને CSAT બંને પેપરની PDF ઇન્સ્ટાગ્રામમાં મળી જશે તેવું લખાણ લખવામાં આવ્યું છે. રાજકોટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા શિક્ષકને ઇન્સ્ટાગ્રામમાં UPSCનું પેપર વેચાતું હોવાનું ધ્યાનમાં આવતા નકલી ગ્રાહક બની પેપર માંગ્યું હતું. સામેથી જવાબ મળ્યો હતો કે, રૂપિયા 30 હજાર ગૂગલ પે કરતાની સાથે બંને પેપરની PDF મળી જશે.
શ્રેયા સિંઘીહોલી નામના ઇન્સ્ટાગ્રામમાં શિક્ષકે નકલી ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી પેપર માગ્યું હતું. 3 કલાક બાદ પેપર PDF સ્વરૂપે ઇન્સ્ટાગ્રામમાં મળી જશે તેવો જવાબ મળ્યો હતો. ત્યારબાદ શિક્ષકે આ પેપર UPSCની પરીક્ષાના છે કે કે તે કન્ફર્મ કર્યું હતું. બાદમાં સામેની વ્યક્તિએ આ પેપર UPSCના જ હોવાની વાત કરી હતી. 30 હજાર ઓનલાઈન મળી ગયાના 3 કલાક બાદ પેપર PDF સ્વરૂપે ઇન્સ્ટાગ્રામમાં મળી જશે તેવું કહ્યું હતું. જો કે, શિક્ષકે નાણા ટ્રાન્સફર કર્યા નહોતા.
આ બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની તેની જાણ થતાં તેમણે UPSC પરીક્ષા સાથે સંકળાયેલા સંબંધિત વિભાગોને ટ્વિટ કરી તપાસ કરવા તેમજ તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવા માગ કરી છે. તેમણે જણાવ્યુ કે, પોલીસે આ બાબતે તપાસ કરવી જોઈએ. આ સાચું હોય તો ખૂબ જ ગંભીર છે અને ખોટું હોય તો પણ વિદ્યાર્થીઓને છેતરવા માટે આવુ કૃત્ય કરતા લોકો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સોશિયલ મીડિયામાં અલગ-અલગ પરીક્ષાના પેપરો વાયરલ થયાની ઘટના અગાઉ પણ સામે આવી છે. દેશની સૌથી મોટી ગણાતી UPSCની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયામાં વેચાણ થતું હોવાની બાબત ખૂબ જ ગંભીર છે. ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી પોલીસ તપાસ કરે તો સત્ય હકીકત સામે આવી શકે તેમ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.