સુરતમાં ડ્રગ્સ વેચાણ નહીં, બનાવવાનો કારોબાર ઝડપાયો
સુરતમાં હાઈ-પ્યુરિટી MD ડ્રગ્સ લેબ ઝડપાઈ, ત્રણ આરોપીઓ ધરપકડ, શહેરમાં નશાનો ખતરો ઊભો

હાઈ-પ્યુરિટી MD ડ્રગ્સ લેબ ઝડપાઈ

હાઈ-પ્યુરિટી MD ડ્રગ્સ લેબ ઝડપાઈ
હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું સુરત શહેર હવે નશાના કારોબારનું એપીસેન્ટર બની રહ્યું હોય તેમ લાગે છે. સુરત SOG પોલીસે બાતમીના આધારે શહેરના પુણા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને એમ.ડી. (Mephedrone) ડ્રગ્સ બનાવવાની હાઈટેક લેબોરેટરી શોધી કાઢી છે. આ લેબમાં ત્રણ યુવાનો કેમિકલ પ્રોસેસ દ્વારા હાઈ-પ્યુરિટી ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ તૈયાર કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી આખે આખી લેબ, કાચના સાધનો અને કેમિકલનો જથ્થો જપ્ત કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
શહેરમાં જ ડ્રગ્સ બનાવાનું નેટવર્ક:
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ યુવાનો બહારથી ડ્રગ્સ મંગાવવાને બદલે સુરતમાં જ લેબ બનાવીને તેનું ઉત્પાદન કરતા હતા અને ત્યારબાદ શહેરમાં તેનું વેચાણ કરતા હતા. આ ઘટનાએ સુરત પોલીસ માટે ચિંતા વધારી છે, કારણ કે અત્યાર સુધી ડ્રગ્સ અન્ય રાજ્યો કે શહેરોમાંથી આવતું હતું, પરંતુ હવે તેનું ઉત્પાદન સ્થાનિક સ્તરે જ શરૂ થઈ ગયું છે.
ન્યૂ યર પર પણ પકડાયું હતું મોટું નેટવર્ક:
માત્ર અઠવાડિયા પહેલા જ, જ્યારે સુરત 2026ના નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલું હતું, ત્યારે SOGએ અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી 21 વર્ષીય જીલ ઠુમ્મર નામના ડ્રગ પેડલરને 236 ગ્રામ ક્રિસ્ટલ એમ.ડી. સાથે ઝડપ્યો હતો. જેની કિંમત અંદાજે 7.1 લાખ રૂપિયા હતી. આ ડ્રગ્સ પાર્ટીઓમાં સપ્લાય થવાનું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે જીલ ઠુમ્મર સોશિયલ મીડિયાના માધ્યમથી ડ્રગ્સનો વેપાર કરતો હતો અને 'નિર્મા', 'ટાઈડ', 'ઓજી' જેવા કોડવર્ડ્સનો ઉપયોગ કરતો હતો.
સુરતમાં ડ્રગ્સ માફિયાઓ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને યુવા પેઢીને નશાની લત લાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. ન્યૂ યરના કેસમાં ખશાલ રણપરિયા અને ભરત ઉર્ફે ભાણો નામના માસ્ટર માઈન્ડ્સ હજુ પણ ફરાર છે, જેમના તાર આ નવી પકડાયેલી લેબોરેટરી સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.
સિંથેટિક ડ્રગ્સ જેમ કે 'મિયાઉ મિયાઉ' (Mephedrone) મોંઘા કોકેઈનનો સસ્તો વિકલ્પ હોવાથી કિશોરોમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેના કારણે માનસિક રોગો અને હિંસક વૃત્તિઓ વધે છે. સુરત પોલીસના આ લેટેસ્ટ ઓપરેશને શહેરમાં સક્રિય મોટા ડ્રગ્સ રેકેટના પાયા હચમચાવી દીધા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.