24 કલાકમાં કોરોનાથી 4ના મોત, 3300થી વધુ એક્ટિવ કેસ, ભારતમાં કોરોનાએ ફરી ઝડપ પકડી
ભારતમાં ફરી કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે; 24 કલાકમાં 4 મોત સાથે એક્ટિવ કેસ 3395 થઈ ગયા છે, ગુજરાતમાં આંકડો 100ને પાર પહોંચ્યો.

કોરોનાના કેસમાં વધારો

કોરોનાના કેસમાં વધારો
ભારતમાં ફરી કોરોના વાયરસના કેસ ઝડપથી વધતા જણાઈ રહ્યા છે. તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં હાલ કુલ 3395 એક્ટિવ કોવિડ-19ના કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાના કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે અને તેમા કેરળ રાજ્ય વધુ અસરગ્રસ્ત છે, જે હાલમાં દેશનું નવું “એપીસેન્ટર” બની ગયું છે.
કયા રાજ્યમાં કેટલા મૃત્યુ થયા?
કોરોના વાયરસના કારણે છેલ્લાં 24 કલાકમાં દિલ્હી, કેરળ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં દરેક રાજ્યમાંથી 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. મંગળવારના આંકડા અનુસાર, દેશભરમાં કુલ 4 લોકોના મોત નોંધાયા છે.
કોરોના કેસમાં છલાંગ કેમ?
22 મેના રોજ માત્ર 257 એક્ટિવ કેસ હતા, જ્યારે 26 મે સુધીમાં આ આંકડો વધીને 1010 થયો હતો. માત્ર 4 દિવસમાં આ તીવ્ર વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નવા 685 કેસ સામે આવ્યા છે. ડોક્ટરો જણાવે છે કે, હાલના વાયરસના લક્ષણો ગંભીર નથી અને જરૂરિયાત મુજબ સાવચેતી રાખવી જરૂરી છે - જેમ કે માસ્ક પહેરવો, સોશિયલ ડિસ્ટન્સ જાળવવો અને હાથ ધોતા રહેવું.
NB.1.8.1 અને L.F.7 વેરિયન્ટ શું છે?
વિશ્વ આરોગ્ય સંસ્થાએ NB.1.8.1 અને L.F.7ને “સર્વેલન્સ હેઠળના વેરિઅન્ટ” તરીકે જાહેરાત કરી છે. તેમનું હવે વધુ જોખમ નથી, પરંતુ ચીન અને એશિયામાં કોવિડ કેસોમાં તાજેતરના ઉછાળામાં આ વેરિયન્ટ જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
આ વેરિયન્ટમાં સ્પાઇક પ્રોટીનમાં ફેરફારો થવાના કારણે તે ઝડપથી ફેલાઈ શકે છે. એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિ સુધી વધુ ઝડપથી સંક્રમણ ફેલાય શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!