રાજ્યના આયુર્વેદીક ડોક્ટરો માટે મહત્વપૂર્ણ સમાચાર
આટલું નહીં કરો તો ગણાશો બોગસ ડોક્ટર

રાજ્યના આયુર્વેદીક ડોક્ટરો માટે મહત્વપૂર્ણ સમાચાર

રાજ્યના આયુર્વેદીક ડોક્ટરો માટે મહત્વપૂર્ણ સમાચાર
રાજ્યમાં આયુર્વેદીક ડોક્ટરોને હવે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરુરી બની ગયું છે. રાજકોટમાં યોજાયેલી
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થા દ્વારા પત્રકાર પરિષદમાં આયુર્વેદીક ડોક્ટર્સને ફરજિયાત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે. જો ડોક્ટર્સ દંડ નહીં ભરે તો 5 લાખ સુઘીનો દંડ ભરવો પડશે તેમજ તે બોગસ ડોકટરમાં ગણાશે.
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક સંસ્થા દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના ચેરમેન ડો.સંજય જીવરાજાણીએ જણાવ્યું કે આયુર્વેદીક ડોક્ટર્સને ફરજિયાત ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમણે કહ્યું કે 12 માર્ચ 2025 સુધીમાં તમામ ડોક્ટર્સના ડોક્યુમેન્ટ્સ સાથે રજીસ્ટ્રેશન જરૂરી છે.
રાજ્યમાં આયુર્વેદ સાથે સંકળાયેલા કુલ 27,000 ડોક્ટર્સ છે અને રાજ્યના તમામ ડૉક્ટર્સને ઓનલાઇન રજિસ્ટ્રેશન જરૂરી છે. ડો.સંજય જીવરાજાણીએ કહ્યું કે ડોક્ટર્સ સમય મર્યાદામાં જો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો સખ્ત કાર્યવાહી થશે. જેમાં રૂપિયા 5 લાખ સુઘીનો દંડ તેમજ તે બોગસ ડોકટરમાં ગણાશે. ડોક્ટર જો દંડ નહીં ભરે તો લાયસન્સ રદ સુધીની કાર્યવાહી થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે સૂરતમાં બોગસ ડૉક્ટર્સ પકડાયા બાદ રાજય સરકાર એક્શન મોડમાં આવી છે ત્યારે બોગસ ડોક્ટરના લેબલથી હટવા માટે આયુર્વેદીક ડોક્ટર્સે હવે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ