આજે 12-15 વાગે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીની ખાસ પ્રેસ કોન્ફરન્સ
યુનિફોર્મ સિવીલ કોડ મુદ્દે મહત્વની જાહેરાત થઇ શકે છે

યુનિફોર્મ સિવીલ કોડ મુદ્દે મહત્વની જાહેરાત થઇ શકે છે

યુનિફોર્મ સિવીલ કોડ મુદ્દે મહત્વની જાહેરાત થઇ શકે છે
ગુજરાતમાં આજે યુનિફોર્મ સિવીલ કોડની જાહેરાત થઇ શકે છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં યુસીસીનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત પણ આ રસ્તે જઇ રહ્યું છે અને આજે બપોરે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી આ મામલે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
ગુજરાતમાં યુનિફોર્મ સિવીલ કોડને લગતા મોટા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી જાણકારી મુજબ યુનિફોર્મ સિવિલ કોડ મામલે રાજ્ય સરકાર પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક ખાસ કમિટીની જાહેરાત કરવા જઇ રહી છે. આ કમિટી રાજ્ય સરકારને પોતાનો રિપોર્ટ રજૂ કરશે અને ત્યારબાદ રાજ્ય સરકાર યુસીસીના અમલીકરણ બાબતે આગળની પ્રક્રિયા કરશે
પત્રકારોને જે સંદેશ આપવામાં આવ્યો છે તેમાં જણાવાયું છે કે આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી બપોરે 12-15 વાગે મીડિયા બ્રિફીંગ કરશે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી બંને એક સાથે પત્રકાર પરિષદને સંબોધશે તે ઘણા સમય બાદ ગુજરાતમાં બની રહ્યું છે.
યુનિફોર્મ સિવિલ કોડ અંગે વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ અગાઉ યુસીસી લાગુ કરી ચૂક્યું છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ucc લાગુ થશે. રાજ્ય સરકાર આજે કમિટીની જાહેરાત કરશે. કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કમિટી કામ કરશે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં યુસીસી અંગે જાહેરાત કરી હતી. કમિટી યુસીસી અંગેનો નિર્ણય રાજ્ય સરકારને આપશે. એના આધારે UCC નું અમલીકરણ કરાશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.