રાજકોટ મેયરના પતિના બાંધકામ મુદ્દે ભારે હોબાળો
મહિલા કોંગ્રેસના ઉગ્ર પ્રદર્શન અને સૂત્રોચ્ચારથી મનપા ગાજી,ગેરકાયદે બાંધકામ તોડવા ઉઠી માંગ

રાજકોટ મેયર બાંધકામ વિવાદ

રાજકોટ મેયર બાંધકામ વિવાદ
રાજકોટમાં મેયરના પતિના કથિત ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હવે જોર પકડતો જાય છે. આજે 3 માર્ચના રોજ રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં મહિલા કોંગ્રેસ દ્વારા સત્તાધારી પક્ષ અને મેયર સામે આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના આક્ષેપો સાથે મહિલા કાર્યકર્તાઓએ કચેરી ગજવી મૂકી હતી.
વિરોધના દ્રશ્યો અને પોલીસ સાથે ઘર્ષણ :
મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ હાથમાં ‘હું ભ્રષ્ટાચારી મેયર છું’ લખેલા પોસ્ટરો સાથે મનપા કચેરીએ પહોંચી હતી. વિરોધ એટલો ઉગ્ર હતો કે મહિલાઓએ મેયરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને ‘હાય રે મેયર હાય હાય’ના નારા લગાવી છાજિયા લીધા હતા. આ પ્રદર્શન દરમિયાન જ્યારે કાર્યકર્તાઓએ મેયરને પ્રતીકાત્મક રીતે પ્લાસ્ટિકનો બંગલો આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
વિવાદનું મુખ્ય કારણ: સરકારી જમીન પર બાંધકામ
આ સમગ્ર વિવાદ સંતકબીર રોડ પર આવેલી શિવ શક્તિ સોસાયટીમાં થયેલા બાંધકામ સાથે જોડાયેલો છે. મેયરના પતિ વિનોદ પેઢડિયા પર એવો આક્ષેપ છે કે તેમણે શ્રી સરકાર થયેલી સૂચિત સોસાયટીની જમીન પર નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. મહિલા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સામાન્ય જનતા માટે કાયદા કડક હોય, તો સત્તાધીશો માટે કેમ ઢીલ આપવામાં આવે છે?
સત્તાનો દુરુપયોગ અને પક્ષપાતનો આક્ષેપ :
રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્તિબેન સોલંકી અને અન્ય અગ્રણીઓએ તંત્રની નિષ્ક્રિયતા પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સત્તાનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે. જંગલેશ્વર જેવા વિસ્તારોમાં જ્યારે સરકારી જમીન પરના દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, ત્યારે મેયરના પતિના બાંધકામ પર તંત્ર મૌન કેમ છે?
વિપક્ષે માંગણી કરી છે કે જો કાયદો દરેક માટે સમાન હોય, તો આ બાંધકામ પણ તાત્કાલિક તોડી પાડવું જોઈએ. બીજી તરફ, મેયરે આ મામલે કોઈ પણ પ્રકારના વિવાદમાં પડવાનો ઈન્કાર કર્યો છે અને જણાવ્યું છે કે તેમને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેઓ કોઈનું નામ લેવા માંગતા નથી.
કાયદાકીય વિશ્વાસ પર સવાલ :
કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો સત્તા સાથે જોડાયેલા લોકો સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો સામાન્ય જનતાનો કાયદા પરથી વિશ્વાસ ઉઠી જશે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ આક્રમક આંદોલનની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

15થી 17 દુકાનોમાં રહેલો કાપડનો માલ બળી ગયો હોવાનો વેપારીઓનો દાવો, એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત… પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રાત્રે વીજ કનેક્શન બંધ હોવા છતાં આગ લાગી કેવી રીતે?

આસારામે 20 દિવસની રાહત માટે કોર્ટમાં કરી ખાસ દલીલ… તો પછી ગુજરાત હાઈકોર્ટે અરજી કેમ ફગાવી દીધી? રાજસ્થાનમાં પેરોલ મળ્યા બાદ ગુજરાતમાં પણ જામીનની આશા હતી, પરંતુ કોર્ટમાં શું થયું?

રીલ બનાવવાનો શોખ કે જીવ સાથે રમત? કીમ રેલવે ઓવરબ્રિજ પર 40 ફૂટ ઊંચાઈએથી એક કૂદકો માર્યો અને યુવક સીધો નીચે પટકાયો… પરંતુ પછી જે થયું તે ચોંકાવનારું છે!