BAOUમાં જંગી ફી વધારો, લાખો વિદ્યાર્થીઓને અસર
ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 178 થી 317 ટકા ફી વધારવામાં આવતાં વિવાદ

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફાઈલ તસવીર

બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફાઈલ તસવીર
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) માં અભ્યાસ કરતા 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે મોટા ફી વધારાની દરખાસ્ત સામે વિરોધ શરૂ થયો છે. યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વિવિધ અભ્યાસક્રમોમાં 178 ટકા સુધી અને દીકરીઓ માટે મસમોટો આશરે 317 ટકા જેટલો ફી વધારો લાગુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીના નિર્ણયથી ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું કે, BAOUની સ્થાપના 1994માં સામાન્ય જનતા સુધી ઉચ્ચ શિક્ષણ પહોંચાડવાના હેતુથી કરવામાં આવી હતી. આજે યુનિવર્સિટીમાં 72થી વધુ અભ્યાસક્રમો અને રાજ્યભરમાં 500 જેટલા સ્ટડી સેન્ટરો કાર્યરત છે. તેમ છતાં, બેચલર ઓફ આર્ટ્સ જેવા અભ્યાસક્રમમાં ભાઈઓ માટે 1800 રૂપિયા અને બહેનો માટે 1200 રૂપિયા વાર્ષિક ફી છે. જેને સીધી 5000 રૂપિયા સુધી વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે.
યુનિવર્સિટી દ્વારા કેટલાક અભ્યાસક્રમોમાં 125 ટકા અને બી.એડમાં 150 ટકા ફી વધારો સૂચવવામાં આવ્યો છે. બીજી તરફ, યુનિવર્સિટી સત્તાધીશો સુવિધા અને બ્યુટીફિકેશનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે.
કોંગ્રેસનું કહેવું છે કે, અગાઉના શાસનમાં પ્રાથમિકથી પી.એચ.ડી. સુધી કન્યા કેળવણી મફત હતી. જ્યારે હાલના ફી વધારાથી દીકરીઓ શિક્ષણથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. પાર્ટીએ માગ કરી છે કે યુનિવર્સિટી ફી નક્કી કરતી વખતે વિદ્યાર્થીઓના આર્થિક હિતોને ધ્યાનમાં રાખી શિક્ષણનો અધિકાર સુરક્ષિત રાખવો જોઈએ.
વિવિધ અભ્યાસક્રમોમાં ફી વધારાની દરખાસ્ત
સમય મર્યાદા ભાઈઓ બહેનો નવી દરખાસ્ત
પ્રતિ વર્ષ 1,800 1,200 5,000
પ્રતિ સેમેસ્ટર 1,000 750 2,500
અભ્યાસક્રમ ફી 20,000 20,000 45,000
પ્રતિ સેનેટ 2,450 1,950 5,000

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.