અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવા બોર્ડ લગાવવા હોસ્પિટલોને આદેશ
દર્દીઓ અને તેમના સ્વજનોને ફાયદો થશે

અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવા બોર્ડ લગાવવા હોસ્પિટલોને આદેશ

અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવા બોર્ડ લગાવવા હોસ્પિટલોને આદેશ
ગુજરાતના ખાનગી હોસ્પિટલો દ્વારા ચલાવાતી ઉઘાડી લૂંટ બાબતે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પરિપત્ર જાહેર કરીને હોસ્પિટલોમાં ચાલતાં ઇન હાઉસ મેડીકલ સ્ટોર પર સાઈન બોર્ડ લગાવવા તાકીદ કરી છે અને “આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા સુચના આપી છે.
આપણે અનેક સ્થળોએ જોયું છે કે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ અને તેના સગાઓને તે જ હોસ્પિટલોમાંથી દવા લેવાની ફરજ પાડવામાં આવે છે ત્યારે સરકાર હવે એક્શનમાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે ખાનગી હોસ્પિટલોને પરિપત્ર જાહેર કરીને દર્દીઓને ફાયદો થાય તેવો આદેશ કર્યો છે. કમિશનર એચ.જી.કોશિયાએ હોસ્પિટલોમાં ચાલતાં ઇન હાઉસ મેડીકલ સ્ટોર પર સાઈન બોર્ડ લગાવવા તાકીદ કરી છે અને આદેશ આપ્યો છે કે દરેક હોસ્પિટલે પોતાના ઇન હાઉસ મેડિકલ સ્ટોરની બહાર “આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી” તેવા સાઈન બોર્ડ પ્રસિદ્ધ કરવા.
ઉલ્લેખનિય છે કે જેનરિક દવાઓ સામાન્ય રીતે સસ્તી હોય છે અને ખાનગી હોસ્પિટલોમાં આ જ દવાઓ મોંઘી મળતી હોય છે ત્યારે દર્દીઓ અને તેમના સ્વજનોને સરકારના આ નિર્ણયથી ફાયદો થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ