ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં વિદેશી પક્ષીઓની મહેમાનગતિ
સાઈબિરીયા, મોંગોલિયા, મધ્ય યુરોપના યાયાવર પક્ષીઓ પહોંચ્યા

વિદેશી પક્ષીઓની મહેમાનગતિ

વિદેશી પક્ષીઓની મહેમાનગતિ
કહેવત છે કે, પક્ષીઓને દેશની સરહદો નડતી નથી. તેથી તેઓ એકબીજા દેશોમાં વિહરતા હોય છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. વડોદરાઝાલા, સોડવ તથા બરડા બંધારામાં યાયાવર પક્ષીઓએ મુકામ કર્યો છે. સાઈબિરીયા, મધ્ય યુરોપ અને મોંગોલિયા સહિતના દેશોમાંથી આવેલા પેલીકન, ફ્લેમિંગો અને કુંજ સહિતના પક્ષીઓ 4 માસ સુધી ગુજરાતમાં વેકેશન ગાળશે.
શિયાળો શરૂ થતાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના વિશાળ સમુદ્ર કાંઠા પરના બંધારાઓમાં યાયાવર પક્ષીઓનું આગમન થાય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે. વડોદરા ઝાલા, સોડવ અને બરડા બંધારો વિદેશી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠયો છે. સોડવ બંધારા પર અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ આવી પહોંચતાં પક્ષીપ્રેમીઓ રોમાંચિત થઇ ઉઠયા છે.
રેન્જ ફોરેસ્ટર યોગેશ કલસરિયાએ જણાવ્યું કે, સાઇબિરિયા અને મધ્ય યુરોપના મોંગોલિયા સહિતના દેશોમાંથી વિદેશી પક્ષીઓ ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે. જેમાં પેલીકન, ફલેમિંગો, કુંજ, કોમન ક્રુ અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વિદેશી પક્ષીઓ મામલે શિકારી પ્રવૃત્તિ ન થાય તેના માટે વન વિભાગની ટ્રેકર્સ ટીમ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવે છે. વિદેશથી આવતા કુંજ પક્ષી મગફળીના પાક લણવા સમયે આવે છે તેમજ પેલીંગન અને ફલેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓનો શિકાર કરી ખોરાક મેળવતા હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.