દેશમાં ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી ૩ દિવસ ઠંડી, વરસાદ અને તોફાની પવનનું સંકટ

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી
સમગ્ર દેશમાં હાલ કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. પંજાબ ઉપર સક્રિય થયેલા તીવ્ર પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે ૨૬ થી ૨૮ જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતથી લઈને દરિયાકાંઠાના વિસ્તારો સુધી હવામાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે.
પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને કરા પડવાની શક્યતા :
હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં આગામી ૪૮ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ અને બરફવર્ષાની આગાહી છે. ૨૭ જાન્યુઆરીએ કેટલાક સ્થળોએ ભારે હિમવર્ષા સાથે કરા પડી શકે છે. આ દરમિયાન પહાડી વિસ્તારોમાં ૫૦ થી ૬૦ કિમીની ઝડપે ઠંડા પવનો ફૂંકાશે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મુશ્કેલી સર્જી શકે છે.
મેદાની રાજ્યોમાં માવઠું અને શીતલહેર :
પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ કરા પડવાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે. આ ઉપરાંત, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ૩૦ જાન્યુઆરી સુધી શીતલહેર અને ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહેશે, જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થઈ શકે છે.
ગુજરાતના દરિયાકાંઠે તોફાની પવનની ચેતવણી :
દક્ષિણ ભારતમાં કેરળ અને તમિલનાડુમાં વરસાદની શક્યતા છે, ત્યારે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે અને અરબી સમુદ્રમાં પવનની ગતિ તેજ બનશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૦ થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ક્યારેક ૭૦ કિમી સુધી પહોંચવાની શક્યતા છે. ૨૬ જાન્યુઆરીએ દેશના અનેક ભાગોમાં વરસાદ અને વાવાઝોડા જેવું વાતાવરણ રહેવાની વકી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.