ગુજરાતમાં માવઠાની આગાહી, 18થી 20 માર્ચ વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં ત્રણ દિવસ વરસાદ અને પવનની શક્યતા

ગુજરાત વરસાદની આગાહી માર્ચ

ગુજરાત વરસાદની આગાહી માર્ચ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સૂર્યનારાયણ પ્રકોપ વર્તાવી રહ્યા છે અને ગરમીનો પારો 39 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આ અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના વાતાવરણમાં મોટા પલટાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 18મીથી 20મી માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પવનની ગતિ :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત સુધી વિસ્તરાયેલું છે. આ સિસ્ટમના પ્રભાવ હેઠળ માત્ર વરસાદ જ નહીં, પરંતુ 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. ખાસ કરીને 18, 19 અને 20 માર્ચના રોજ ગાજવીજ સાથે માવઠું પડી શકે છે.
કયા જિલ્લાઓમાં ક્યારે પડશે વરસાદ ?
18મી માર્ચ: આ દિવસે વરસાદની શરૂઆત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના પટ્ટાથી થશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.
19મી માર્ચ: આ દિવસે વરસાદનો વ્યાપ વધશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિત વડોદરા, ભરૂચ અને નર્મદામાં મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને દીવ-દમણમાં મેઘમહેર જોવા મળી શકે છે.
20મી માર્ચ: વરસાદની અસર ધીમે ધીમે ઓછી થશે પરંતુ ઉત્તર ગુજરાતના અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદી માહોલની શક્યતા કાયમ રહેશે.
તાપમાનમાં ફેરફાર અને ગરમીથી રાહત :
હાલમાં રાજકોટમાં સૌથી વધુ 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં પણ પારો 39 ડિગ્રીની આસપાસ રહ્યો છે. જોકે, આ વરસાદી સિસ્ટમને કારણે આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. પવન અને વાદળછાયા વાતાવરણને કારણે બપોરના સમયે અનુભવાતી કાળઝાળ ગરમીમાં થોડી રાહત મળશે.
ખેડૂતો માટે ચિંતા અને સાવચેતી :
માર્ચ મહિનામાં આવતું આ માવઠું ઉનાળુ પાક માટે જોખમી સાબિત થઈ શકે છે. ખાસ કરીને ખેતરોમાં તૈયાર થયેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને માર્કેટિંગ યાર્ડમાં રહેલા અનાજને પલળતા બચાવવા માટે હવામાન વિભાગે તાકીદ કરી છે. ગાજવીજ વખતે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ન રહેવા પણ સૂચના આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.