ગુજરાતમાં આગ વરસાવતી ગરમીથી લોકો ત્રાહિમામ
7 જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર

ગરમીથી લોકો ત્રાહિમામ

ગરમીથી લોકો ત્રાહિમામ
ગુજરાતમાં આગ વરસાવતી ગરમીનું પ્રમાણ યથાવત્ રહેતા સળંગ બીજા દિવસે 7 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતો. સોમવારે (સાતમી એપ્રિલ) રાજકોટમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.2 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ૩ દિવસ રાજકોટનું તાપમાન 45 ડિગ્રી થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 42.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.
સળંગ ત્રીજા દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધારે હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. પરંતુ હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં બે દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી થઈ શકે છે. મંગળવારે (આઠમી એપ્રિલ) કચ્છમાં રેડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબીમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

હીટવેવને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી. જેમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા, જિલ્લામાં સ્કૂલોનો સમય બપોરે નહીં રાખી સવારનો જ રાખવા, રેલવે સ્ટેશન,બસ સ્ટેશન, બજારોમાં સ્વૈ.સંસ્થા મારફત પાણી-છાશના પરબ શરૂ કરાવવા સહિતની સૂચનાઓ જારી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.