રાજ્યના અનેક શહેરોમાં હીટવેવની આગાહી, 43 ડિગ્રી પાર થવાની શક્યતા
કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની સંભાવના

અનેક શહેરોમાં હીટવેવની આગાહી

અનેક શહેરોમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગે રાજ્યના અનેક શહેરોમાં આજે હીટવેવની આગાહી કરી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું.જ્યારે રાજકોટમાં એક દાયકામાં એપ્રિલ મહિનાની ગરમીની રેકોર્ડ તૂટવાની શક્યતા સેવાઇ રહી છે. જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજનું તાપમાન
અમદાવાદ 39 ડિગ્રી
અમરેલી 41 ડિગ્રી
વડોદરા 39 ડિગ્રી
ભાવનગર 38 ડિગ્રી
ભુજ 43 ડિગ્રી
ડીસા 42 ડિગ્રી
દ્વારકા 30 ડિગ્રી
નલિયા 40 ડિગ્રી
ઓખા 32 ડિગ્રી
પોરબંદર 40 ડિગ્રી
રાજકોટ 43 ડિગ્રી
સુરત 38 ડિગ્રી
વેરાવળ 38 ડિગ્રી
રાજકોટમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં ગરમી આગ વરસાવી રહી છે. આગામી સાત દિવસ દરમિયાન હજુ પણ ગરમીનો પારો વધવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગરમી સામે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
ગરમીથી બચવાના ઉપાયો
1. જો અચાનક ખુજ જ માથુ દુખવા લાગે, એકદમથી ચક્કર આવે, શરીરની ચામડી ડ્રાય થવા લાગે, અને જો ઉલટી કે ઉબકા આવવા લાગે તો આ લક્ષણો લૂ લાગવાના હોય શકે છે, જો લૂ લાગે તો તત્કાલિક ઠંડક વાળી જગ્યાએ જવુ, પણ સીધુ એસીમાં ન જવું.શરીર પર ભીના પોતા મુકવા અને તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. ખુબ પ્રમાણમાં પાણી અને ઓઆરએસ પીવું.
2.ગરમીના સમયે ખોરાકમાં ખટાશ વાળી વસ્તુ જેવી કે લીંબુ, કેરી ખાવી,વધારે પાણી પીવું, શક્ય હોય તો મીઠા વાળું પાણી પીવું, કાચી ડુંગળી અને કેરીમાં મીઠુ અને ગોળ ભેલવી ખાવું.
3.ગરમીમાં રસ વાળા ફલો જેવા કે દાડમ, ફાલસા, તરબૂસ, ટેટી, લીલી દ્રાક્ષ અને શેરડીનો રસ બને એટલો વધારે પ્રમાણમાં પીવો. તથા સાથે ORS ના પેકેટ રાખવા જેથી આકસ્મીક સંજોગોમાં તેનો ઉપયોગ કરી શકાય..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.