તમને ટ્રાફિકનો ઇ-મેમો મળ્યો છે ? તો તમારા માટે આ કામના સમાચાર છે
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે ઇસ્યુ થયેલા ખોટા ઇ મેમો વિશે આપી જાણકારી

તમને ટ્રાફિકનો ઇ-મેમો મળ્યો છે ? તો તમારા માટે આ કામના સમાચાર છે

તમને ટ્રાફિકનો ઇ-મેમો મળ્યો છે ? તો તમારા માટે આ કામના સમાચાર છે
ઘણી વાર એવું બનતું હોય છે કે તમને ટ્રાફિક પોલીસનો ખોટો ઇ મેમો ઇસ્યુ થાય છે. તમે ટ્રાફિકના નિયમનો કોઇ ભંગ ના કર્યો હોય તો પણ તમને તેનો ઇ મેમો મળે તો તમે ગભરાઇ જતા હોવ છો પણ હવે ગભરાવાની જરુર નથી કારણ કે ખુદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે જ તેની જાણકારી આપી છે અને કહ્યું છે કે ખોટો ઇ મેમો ઇસ્યુ થયો હોય તો શું કરવું
તમે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોય છતાં તમને ટ્રાફિક પોલીસ દ્વારા ઇ મેમો મળે તેવું ઘણીવાર બનતું હોય છે. આ ઇ મેમો જોઇને તમે વિચારવા માંડો કે તમે આમા ક્યાંય નિયમોનો ભંગ કર્યો નથી છતાં મારે પેનલ્ટી ભરવાની...?
પણ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં આ સમસ્યાથી મુક્તિ મળે તેવો વીડિયો જાહેર કરાયો છે. ટ્રાફિક પોલીસે ટ્વિટરમાં વીડિયો જાહેર કરીને જણાવ્યું છે કે ખોટી રીતે ઇ મેમો ઇસ્યુ થયો હોય તો તમારે શું કરવું. ટ્રાફિક પોલીસે જાણકારી આપી છે કે ટેક્નિકલ કે હ્યુમન એરરના કારણે ઘણી વખત ખોટા ઇ મેમો ઇસ્યુ થઇ જાય છે અને તમે તમારો ઇ મેમો આ રીતે રદ કરાવી શકો છે.
ટ્રાફિક પોલીસે જણાવ્યું છે કે જો તમને ખોટો ઇ મેમો ઇસ્યુ થયો છે તેવું લાગે તો તમારે ગભરાવાની જરુર નથી. તમારે તરત જ શહેર ટ્રાફિક પોલીસને મેઇલ કરવાનો રહેશે અને તમારી ફરિયાદ આપવાની રહેશે. જો મેઇલ ના કરવો હોય તો તમે શહેર ટ્રાફિક પોલીસને લેખીતમાં રુબરુમાં જઇને પણ ફરિયાદ આપી શકો છો. તમે જે ફરિયાદ આપી છે તેની ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરાશે અને તપાસમાં ખરેખર જો તમે ટ્રાફિકના નિયમોનો કોઇ જ ભંગ કર્યો નથી તેવું જણાશે તો તમને આપવામાં આવેલો ઇ મેમો રદ કરી દેવાશે અને કોઇ અન્ય વાહન ચાલકે નિયમોનો ભંગ કર્યો હશે તો તેને ઇ મેમો ઇસ્યુ કરી દેવાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.