સાળંગપુરમાં હનુમાનજી તિરંગાના રંગે રંગાયા
પ્રજાસત્તાક પર્વ પર દાદાને વિશેષ શણગાર

હનુમાનજી તિરંગાના રંગે રંગાયા

હનુમાનજી તિરંગાના રંગે રંગાયા
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિતે કષ્ટભંજનદેવ હનુમાનજીને તિરંગા વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો. દાદાના સિંહાસનને કેસરી-સફેદ-લીલા તિરંગાનો શણગાર કરી સવારે 5.45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લહાવો હજારો ભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી લીધો હતો.
દાદાને કરાયેલા શણગાર અંગે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, '76માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ત્રિરંગાની થીમવાળા વિશેષ વાઘા અને પાઘડી પહેરાવવામાં આવી છે. જે ચાર દિવસની મહેનતે ગોંડલમાં જ બનાવવામાં આવ્યા છે.'
'દાદાના સિહાસને ગલગોટા અને સફેદ સેવંતીના લીલું ઘાસ એમ તિરંગાની થીમવાળો કૂલ 300 કિલો ફુલનો શણગાર અને તિરંગા લગાવવામાં આવ્યા છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદને ચાર કલાકનો સમય લાગ્યો હતો.'
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.