છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 જિલ્લામાં વરસાદ
7 દિવસ સુધી કેટલાક જીલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો વધારો થશે. એ સિવાય સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આજે સામાન્યથી મધ્યમ વરસાદ પણ ...

રાજ્યના 10 જિલ્લામાં વરસાદ

રાજ્યના 10 જિલ્લામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધા બાદ હવે ફરીથી કમોસમી વરસાદનું જોર વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે, આગામી સાત દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં પણ 3થી 5 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગે ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધી રાજકોટ, જામનગર અને કચ્છ સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, સુરત અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
અમદાવાદની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં અહીં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તાપમાન 4થી 5 ડિગ્રી ઘટીને 36 ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજમાં 39.7 ડિગ્રી નોંધાયું છે.
દરમિયાન, ભાવનગર, અરવલ્લી, કચ્છ અને રાજકોટ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ કલાકમાં પણ આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વાવાઝોડા અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છનો સમાવેશ થાય છે. આમ, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે અને લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના ઈડર, વડાલી, ખેડબહ્મા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો .જેમાં ઈડરમાં બે કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાલનપુર અને વડગામના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ધનિયાણા ચોકડીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ